Ukraine Russia War: ગોળી વાગવાથી ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, પીએમ મોદીએ પરિવારજનો સાથે કરી વાત
યુક્રેનના ખારકીવ શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થીનું મોત ગોળીબારીને કારણે થયાનું સામે આવ્યું છે. આ મામલે વિદેશ મંત્રાલયે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે.
ખારકીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની સીધી અસર ભારત પર પણ પડવા લાગી છે. યુક્રેનમાં ચાલી રહેલા જંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. મૃતકની ઓળખ કર્ણાટકના નવીન તરીકે થઈ છે. નવીનના મિત્રોનું કહેવું છે કે આ ઘટના ત્યારે થઈ, જ્યારે તે ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશન જઈ રહ્યો હતો, જેથી તે પશ્ચિમી સરહદ પર પહોંચી શકે. ભારતીય વિદ્યાર્થી તરફથી દૂતાવાસ પાસે મદદની માંગ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી તરફથી વિદ્યાર્થીના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અરિંદમે ટ્વીટ કરી કહ્યુ- અમે ખુબ દુખની સાથે તે વાતની પુષ્ટિ કરીએ છીએ એક ભારતીય વિદ્યાર્થીનું ખારકીવમાં આજે સવારે ગોળીબારીમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મંત્રાલય મૃતક પરિવારના સંપર્કમાં છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube