Breasts Tighten Home Remedies: લગ્ન કે પછી ડિલિવરી બાદ મોટાભાગની મહિલાઓના બોડી શેપમાં ખુબ ફેરફાર થાય છે. આ દરમિયાન મહિલાઓના સ્તનના શેપમાં પણ ખાસ્સો ફેરફાર થાય છે. આવામાં જો તમે પણ ઢીલા સ્તનની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારા માટે અહીં કેટલાક ઘરઘથ્થુ ઉપાય સૂચવીએ છીએ તેનાથી સ્તનની ઢીલાશ દૂર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરફથી મસાજ
બરફથી મસાજ કરીને તમે સ્તનનું ઢીલાપણું દૂર કરી શકો છો. આ માટે બરફને કોટનના કપડામાં લઈને સ્તન પર મસાજ  કરો. એક મિનિટ સુધી સ્તન પર સર્ક્યુલેશનનમાં મસાજ કરો.


ઓલિવ ઓઈલથી મસાજ
ઓલિવ ઓઈલથી મસાજ કરવાથી સ્તનનું ઢીલાપણું દૂર થઈ શકે છે. ઓલિવ ઓઈલથી મસાજ  કરવાથી બ્લ્ડ સર્ક્યૂલેશન વધશે અને ઢીલાશ દૂર થશે. 


કાકડી અને ઈંડાની પેસ્ટ
હોમમેડ ક્રીમ બનાવવા માટે ઈંડાનો પીળો ભાગ અને કાકડીનો જ્યૂસ મિક્સ કરી એક પેસ્ટ જેવું બનાવો, તેનાથી સ્તન પર લગભગ 30 મિનિટ સુધી માલિશ કરો. કાકડીમાં કુદરતી સ્કીન ટોનિંગ પ્રોપર્ટીઝ હોય છે અને ઈંડાના પીળા ભાગમાં હાઈ લેવલ પ્રોટીન હોય છે. તે માસ્ક તરીકે યૂઝ કરી શકાય. તેને તમે અઠવાડિયામાં એક વાર વાપરી શકો છો જેનાથી સ્તનના ટિશ્યૂ ટાઈટ થઈ શકે છે.


મેથી
મેથી સ્તનને ટાઈટ કરવા માટે ખુબ અસરકારક છે. બ્રેસ્ટને ટાઈટ કરવા માટે તમે મેથીનો લેપ પણ ઉપયોગમાં લઈ શકો છો. મેથીનો લેપ બનાવવા માટે મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે મેથીને પીસી લો. ત્યારબાદ તેમા ઓલિવ ઓઈલ ભેળવો. આ લેપને 20 મિનિટ સુધી સ્તન પર લગાવો. ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ નાખો.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube