નવી દિલ્હીઃ BRICS Summit: અફઘાનિસ્તાન સંકટ વચ્ચે આજે બ્રિક્સ દેશોની બેઠક યોજાઈ હતી. પીએમ મોદીએ શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા કહ્યુ કે, અમે બ્રિક્સ આતંકવાદ-વિરોધી કાર્ય યોજના અપનાવી છે. ડિજિટલ માધ્યમથી થયેલી આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાઇર બોલસોનારા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિક્સ દેશો તરફથી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અફઘાનિસ્તાનની હાલની ઘટનાઓ પર ચિંતાની સાથે નજર રાખી રહ્યાં છીએ. અમે સ્થિરતા, શાંતિ, કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક આંતર-અફઘાન સંવાદની જરૂરિયાત પર ભાર મુકીએ છીએ. બ્રિક્સે કહ્યું કે અમે હિંસાથી દૂર રહેવાનો અને પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે આહ્વાન કર્યું છે. 


બ્રિક્સે કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈ અન્ય દેશની વિરુદ્ધ હુમલો કરવા અને માદક પદાર્થની તસ્કરી માટે ન કરવો જોઈએ. આતંકવાદના બધા રૂપો અને અભિવ્યક્તિઓની આકરી નિંદા કરીએ છીએ, ભલે તે ગમે ત્યાં, ગમેત્યારે અને કોઈ દ્વારા કરવામાં આવ્યું હોય. અમે માનવીય સ્થિતિ પર ધ્યાન આપવા અને અલ્પસંખ્યકો સહિત બધાના માનવાધિકારોના સંરક્ષણની જરૂરીયાત પર ભાર આપીએ છીએ. 


આ પણ વાંચોઃ PM Modi In BRICS: બ્રિક્સ શિખર સંમેલનના પીએમ મોદીનું સંબોધન, આ મુદ્દે થઈ ચર્ચા


બ્રિક્સે કહ્યુ કે અમે આતંકવાદનો સામનો કરવા અને આતંકવાદ માટે અનુકૂળ કટ્ટરપંથનો મુકાબલો કરવાના સંબંધમાં બેવડા માપદંડોને નકારીએ છીએ. ધ્યાનાં રહે કે 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનના પંજશીરને છોડી બાકી દેશ પર તાલિબાનનો કબજો થઈ ગયો છે. ત્યારબાદ સાત સપ્ટેમ્બરે તાલિબાને વચગાળાની સરકારની જાહેરાત પણ કરી છે. 


મહત્વનું છે કે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દેશ દર વર્ષે શિખર સંમેલનનું આયોજન કરે છે અને એક બાદ એક તેની અધ્યક્ષતા કરે છે. ભારત આ વર્ષ માટે બ્રિક્સનું અધ્યક્ષ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube