Viral Video: લગ્ન પછી દુલ્હા-દુલ્હને કેમ આ રીતે દોટ મૂકી? વીડિયો જોઈને તમે પણ ચોંકશો
હાલ વૈશાખના વાયરા વચ્ચે લગ્નગાળો પણ પૂરજોશમાં ચાલુ છે. કાળઝાળ ગરમી વચ્ચે ભલે રેબઝેબ પણ લોકો લગ્નની મજા માણતા જોવા મળે છે. આવામાં સોશિયલ મીડિયા પણ લગ્ન સમારોહના અનેક વીડિયો વાયરલ થાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. દુલ્હા દુલ્હનનો આ વીડિયો એકદમ હટકે છે. કારણ કે સામાન્ય રીતે લગ્ન સમારોહમાં આવું ક્યારેય જોવા મળતું નથી.
આખરે એવું તે શું છે આ વીડિયોમાં?
સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં લગ્ન બાદ દુલ્હા અને દુલ્હન લગ્ન જોડામાં જ ભાગતા જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટાગ્રમ પર આ વીડિયો આરકે ખાન નામના એક યૂઝરે શેર કર્યો છે. તેણે શેર કર્યા બાદ વીડિયો તેજીથી વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દુલ્હા દુલ્હન સાથે અન્ય કેટલાક લોકો પણ જાણે રેસ લગાવતા હોય તેમ દોડી રહ્યા છે.
વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે દુલ્હા અને દુલ્હન કોઈ વાહન પાછળ ભાગી રહ્યા છે. જે તેમને કદાચ છોડીને જતું રહ્યું. લોકોને આ વીડિયો ખુબ પસંદ પડી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર rkkhan6549 એકાઉન્ટ દ્વારા શેર કરાયેલાઆ વીડિયોને અત્યાર સુધીમાં 12.4 મિલિયન વ્યૂઝ અને હજારો લાઈક તથા કમેન્ટ્સ મળેલા છે. આ વીડિયો પર અનેક યૂઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube