Bride Groom News: લગ્નમાં અનેકવાર એવો માહોલ બની જાય છે કે જેના કારણે દુલ્હા અને દુલ્હન પોતાના લગ્ન તોડી નાખે છે. ક્યારેક તો એવી અજીબોગરીબ પરિસ્થિતિમાં લગ્ન તોડવા માટે મજબૂર થાય છે કે વિચારવું પડે કે આખરે આ તે કેવું કારણ કે લગ્ન કેન્સલ થઈ ગયા? આ જે મામલો સામે આવ્યો છે તેમાં દુલ્હને પોતાના લગ્ન ફક્ત એટલા માટે કેન્સલ કરી નાખ્યા કારણ કે વરરાજાના પરિવારે તેના માટે ઓછા ઘરેણા ખરીદ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન પાછી ફરી
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના કાનપુર ગ્રામીણના સિકંદરા હદના માનપુર ગામની છે. એવું કહેવાય છે કે માનપુર ગામના રહીશ યુવકના લગ્ન 30 એપ્રિલના રોજ બનવારીપુર ગામની યુવતી સાથે નક્કી થયા હતા. રવિવારે જાન દુલ્હનના ઘરે પહોંચી. ત્યારબાદ દુલ્હનના પરિવારે તેમનું સ્વાગત પણ કર્યું. બધુ બરાબર હતું. લગ્નની શરૂઆત વરમાળાની રસ્મથી થઈ. ત્યારબાદ દુલ્હેરાજાના પરિવારે લગ્ન મંડપમાં દુલ્હન માટે ખરીદવામાં આવેલા ઘરેણા, કપડાં અને અન્ય ચીજો આપી.


ટક્કર બાદ કારની છત પર યુવકને લઈને 3 કિમી સુધી દોડી કાર, હચમચાવી નાખતો Video


કર્ણાટક ચૂંટણીમાં બજરંગબલીની એન્ટ્રી, રેલીમાં PM મોદીએ લગાવ્યા નારા


બોમ્બઈ કે પછી સિદ્ધારમૈયા...કર્ણાટકમાં મુખ્યમંત્રીના ચહેરા માટે કોણ છે પહેલી પસંદ


ઓછા ઘરેણા બન્યું કારણ
જો કે દુલ્હેરાજાના પરિવાર દ્વારા અપાયેલા ઘરેણાથી દુલ્હન અને તેનો પરિવાર ખુશ નહતો. દુલ્હનના પરિવારવાળા એટલા નારાજ થયા કે તેમણે લગ્ન કેન્સલ કરી નાખ્યા. લગ્ન કેન્સલ થયા બાદ તણાવ વધી ગયો અને દુલ્હા-દુલ્હન બંનેના પરિજનો પોલીસમથક પહોંચી ગયા. દુલ્હેરાજાના પિતાનો આરોપ છે કે દુલ્હનના પરિવારે પોલીસમાં દહેજની માંગણીની ખોટી  ફરિયાદ નોંધાવી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે દુલ્હનનો પરિવાર તેમના દ્વારા અપાયેલા ઘરેણા અને ભેટ પાછા આપતા નથી. પોલીસ મથકમાં કલાકો સુધી થયેલી ચર્ચા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું અને તેઓ પોત પોતાના ઘરે ગયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube