નવી દિલ્હીઃ Wedding Viral Video: આજકાલ લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે પૈકીના મોટાભાગના વીડિયો વરઘોડામાં નાચતા જાનૈયાઓના અથવા તો અનોખા અંદાજમાં લગ્ન મંડપમાં એન્ટ્રી કરતી દુલ્હનનાં હોય છે. સામાન્ય રીતે લગ્નમાં બદા જ ખુશ હોય છે અને વિદાયની વેળાએ દુલ્હન અને તેના પરિવારજનોની આંખોમાં આંસુ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારેક અવુ પણ જોવા મળે છે કે દુલ્હનને રડતી જોઈને વરરાજા પણ ભાવુક થઈ જાય છે. જોકે મોટાભાગનાં કિસ્સાઓમાં દુલ્હા અને દુલ્હનને લગ્નની વિધિ દરમિયાન એકદમ ખુશખુશાલ હોય છે. પરંતુ અહીં વાયરલ થયેલા વીડિયોમાં કહાની કંઈક અલગ જ જોવા મળે છે. વીડિયોમાં દુલ્હન લગ્ન પહેલા જયમાળાની રસ્મ કરવા માટે સ્ટેજ પર જાય છે ત્યારે ભાવુક થઈ જાય છે. જેને જોઈને વરરાજા પણ ભાવુક થઈ જાય છે.  આ જ કારણ છે કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. 



દુલ્હનને રડતી જોઈને વરરાજા પણ રડી પડ્યા
વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર wedding_couple_photography_20 નામનાં એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જયમાળાનાં સ્ટેજ પર દુલ્હા અને દુલ્હનને સાથે ઉભેલા જોઈ શકાય છે. જે દરમિયાન પોતાની દુલ્હનને લગ્નનાં જોડામાં જોઈને દુલ્હેરાજા ઈમોશનલ તઈ જાય છે અને તેની આંખો છલકાઈ જાય છે. ત્યાં જ બીજી બાજુ વરરાજાને  ઈમોશનલ જોઈને દુલ્હનની આંખોમાં પણ પાણી આવી જાય છે.


આ પણ વાંચોઃ આગામી કેટલાક દિવસ આ રાજ્યોમાં થશે વરસાદ, વાવાઝોડાની પણ ચેતવણી


લોકો વીડિયોને પસંદ કરી રહ્યા છે
વરરાજા અને દુલ્હન બંને પોતાના ઈમોશન્સ પર કાબૂ નથી રાખી શકતા અને બંનેને રડતા જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ જ કારણ છે કે વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube