Bride Run Away With Boyfriend: ખુબ ઉત્સાહ સાથે પરિજનોએ પુત્રના લગ્ન ધામધૂમથી કરાવ્યા. લગ્ન બાદ ઘરમાં પણ ખુબ ખુશનુમા માહોલ હતો. પોતાના લગ્નને લઈને દુલ્હેરાજા ખુબ જ ઉત્સાહિત હતા. પરંતુ લગ્ન બાદ તરત દુલ્હને એવડો મોટો કાંડ કરી નાખ્યો કે આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. દુલ્હનની આ કરતૂતથી ઘરના પરિજનો સહિત અન્ય લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત  જાણે એમ છે કે દુલ્હન લગ્નના ગણતરીના દિવસોમાં જ પતિને ઊંઘતો છોડીને દાગીના લઈ પ્રેમી સાથે ભાગી ગઈ. આ ઘટના ગત ગુરુવારે સોનપુર વિસ્તારના એક ગામમાં ઘટી. તે સમયે દુલ્હનના લગ્ન સોનપુરના એક મંદિરમાં થયા હતા. 


દુનિયાભરમાં વધી રહ્યો છે ભારતનો દબદબો, PM મોદી સાથે મુલાકાત કરશે 3 દેશના દિગ્ગજ નેતા


સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે


પુતિનના Video એ દુનિયાભરમાં ચકચાર મચાવી, મીટિંગમાં આ શું કરી રહ્યા હતા? જુઓ વીડિયો


એવું કહેવાય છે કે બે ત્રણ દિવસ  સુધી તો બધુ  બરાબર હતું. હજુ તો ઘરમાં મહેમાનો પણ હતા અને આ બધા વચ્ચે જ ગુરુવારે રાતે પતિને ગાઢ ઊંઘમાં સૂતેલો મૂકીને દુલ્હન ચૂપચાપ મોટરસાઈકલ પર ભાગી ગઈ. દુલ્હેરાજાની જ્યારે ઊંઘ ઉડી ત્યારે દુલ્હનને ઘરમાં ન જોઈ તો આમ તેમ શોધવા લાગ્યો. જ્યારે કશું ખબર ન પડી તો થાકીને તેણે આ અંગે પોલીસમાં જાણ કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube