નવી દિલ્હી/મેરઠ: ઉત્તરપ્રદેશમાં બદમાશોના હોસલા બુલંદ છે. મેરઠના દૌરાલા વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે બદમાશોએ દુલ્હનની ગોળી મારીને હત્યા કરી નાખી. બદમાશો નવી કાર, દાગીના, અને 2.5 લાખ રૂપિયાની લૂંટ મચાવીને ફરાર થઈ ગયાં. મળતી માહિતી મુજબ ગાઝિયાબાદમાં નિકાહ થયા બાદ દુલ્હા અને દુલ્હન મુઝફ્ફરનગર પાછા ફરી રહ્યાં હતાં. ઘટનાની સૂચના મળતા જ એસએસપી સહિત અન્ય પોલીસ ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા અને ઘટનાની તપાસ કરી રહ્યાં છે. વારદાત બાદ જિલ્લામાં હડકંપ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુઝફ્ફરનગર પાછી ફરી રહી હતી જાન
મળતી માહિતી મુજબ જાન દાદરીથી મુઝફ્ફરનગર પાછી ફરી રહી હતી. તે દરમિયાન હાઈવે પર દૌરાલા વિસ્તારમાં મટોર ગામ પાસે પાછળથી કારમાં સવાર અડધા ડઝન જેટલા બદમાશોએ ઓવરટેક કરીને દુલ્હા દુલ્હનની ગાડી થોભાવી. કાર રોકાતા જ બદમાશોએ તમામને ગન પોઈન્ટ પર લઈ લીધા.


દુલ્હન પાસે ઉતરાવ્યાં બધા દાગીના
નિકાહ બાદ દુલ્હા દુલ્હન સાથે ગાડીમાં ત્રણ લોકો સવાર હતાં. બદમાશોએ તમામને ગન પોઈન્ટ પર લઈને દુલ્હન પાસે દાગીના ઉતરાવ્યાં. તમામને ગાડીમાંથી નીચે ઉતરાવ્યાં બાદ બદમાશોએ દુલ્હનના માથામાં તમંચાથી ગોળી મારી દીધી.



દુલ્હનનું મોત
બદમાશોએ ઝવેરાત, અઢી લાખ રૂપિયા અને કારમાં સવાર તમામના મોબાઈલ લૂંટી લીધા. ત્યારબાદ તેઓ દુલ્હનને નીચે ફેંકીને કાર લૂંટીને મુઝફ્ફરનગર તરફ રવાના થઈ ગયા. અફરાતફરીમાં ગંભીર રીતે ઘાયલ થયેલી દુલ્હનને મુઝફ્ફરનગર જિલ્લા હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.


તપાસમાં લાગી પોલીસ
સૂચના મળતા જ એસએસપી મંજિલ સૈની, એસપી ગ્રામિણ રાજેશકુમાર સહિત અનેક અધિકારીઓ અને અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં. એસએસપી મંજિલ સૈનીએ જણાવ્યું કે આ મામલે હત્યાનો કેસ દાખલ કરાયો છે. મામલો લૂંટ સંબંધે છે. પોલીસ દરેક પહેલુની તપાસ કરી રહી છે.