લંડનઃ Semiconductors Unit In Odisha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીના અમેરિકાના પ્રવાસની ધાક હવે બ્રિટન સુધી પહોંચી ચુકી છે. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસના થોડા સમય બાદ બ્રિટનની કંપનીએ હિન્દુસ્તાનને એક ખુશખબર આપી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્રિટનની કંપની ભારતમાં આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. આ રોકાણ સેમીકન્ડક્ટરના ઉત્પાદનને લઈને થશે અને તેનાથી આશરે 5000 ભારતીયોને નોકરી મળવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ કંપની કરશે રોકાણ?
સેમીકન્ડક્ટર બનાવનારી યુનાઇડેટ કિંગ્ડમની કંપની ભારતના ઓડિશામાં એક પ્લાન્ટ સ્થાપિત કરશે. આ પહેલા અમેરિકી કંપની માઇક્રોન ટેક્નોલોજીએ પણ ગુજરાતમાં પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી દીધી છે. ઓડિશામાં આ ઈન્વેસ્ટમેન્ટથી સ્થાનીક માળખામાં સુધારની સંભાવના છે. UK સ્થિત SRAM અને MRAM ગ્રુપ ઓડિશાને મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. આ કંપની SRAM અને MRAM ટેક્નોલોજીસ એન્ડ પ્રોજેક્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ભારતીય યુનિટે રાજ્ય સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ પર કંપની અને રાજ્ય સરકાર દ્વારા 26 માર્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કંપનીના ઉચ્ચ અધિકારીઓએ છત્રપુરમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક પણ કરી હતી.


આ પણ વાંચોઃ IMD એલર્ટ:  દેશના 20 રાજ્યોમાં પડશે ભારે વરસાદ, ગુજરાત, મહારાષ્ટ્રમાં ચેતવણી


500 થી 600 એકર જમીનની જરૂર પડશે
કંપનીને તૈયાર કરવા માટે તેને 500 થી 600 એકર જમીનની જરૂર પડશે, જે રાજ્ય સરકાર આપશે. યુનિટ સ્થાપવા માટે કંપનીની એક ટીમ રાજ્યની મુલાકાત લેશે. આ એકમ બનવાથી 5000 લોકોને નોકરી મળવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત પીએમ મોદીના અમેરિકન પ્રવાસ બાદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અમેરિકા બાદ પીએમ મોદીએ પણ ઈજિપ્તની મુલાકાત લીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube