પ્રવાસી ભારતીયોની સંખ્યામાં ભારે વધારાથી પરેશાન બ્રિટને વિઝા નિયમોને કડક કરવાની કોશિશ કરી છે. નવા નિયમો હેઠળ બ્રિટન જનારા પ્રવાસીઓ પોતાનાી સાથે પરિવારના કોઈ સભ્યને લઈ જઈ શકશે નહીં. વાત જાણે એમ છે કે છેલ્લા એક વર્ષમાં સાત લાખથી વધુ લોકોએ બ્રિટન તરફ પ્રયાણ કરેલું છે. આ સાથે જ બ્રિટન આવનારા પ્રવાસીઓ માટ સરકાર તરફથી બનાવવામાં આવેલી રવાન્ડા પોલીસીને ત્યાંની સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવી છે. ત્યારબાદથી જ સરકાર પર વિજા કાયદાને કડક કરવાનું ભારે દબાણ હતું. ઈમિગ્રેશનને સંખ્યાને ઓછી  કરવા માટે બ્રિટન સરકાર તરફથી બનાવવામાં આવેલા નવા નિયમો હેઠળ સ્કિલ્ડ વર્કર્સ માટે ન્યૂનતમ પગાર પેકે પહેલાની સરખામણીમાં લગભગ 50 ટકા વધુ છે. જેના  કારણે ભારતીયોને હવે વિઝા લેવા ભારે પડી શકે છે. બ્રિટનમાં હવે આગામી 4 એપ્રિલથી મિડ લેવલ ટીચર, કેરગિવર્સ, શેફ અને નર્સને સ્કિલ્ડ વર્ક વિઝા માટે ત્યારે જ પ્રવેશ મળશે જ્યારે તેમનો વાર્ષિક પગાર 41 લાખ રૂપિયા પહોંચશે. પહેલા આ પગાર મર્યાદા 27.50 લાખ રૂપિયા હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગાર મર્યાદામાં મોટો વધારો ઝીંક્યો
ભારતના સ્કિલ્ડ વર્કર્સ માટે ફેમિલી વિઝા મેળવવા માટે પગાર મર્યાદામાં 56 ટકા જેટલો વધારો ઝીંકાયો છે. અત્રે જણાવવાનું કે અગાઉ બ્રિટનમાં જો 19.50 લાખ રૂપિયા વાર્ષિક કમાણી હોય તો ભારતીય ફેમિલી વિઝા માટે અરજી કરી શકતું હતું પરંતુ હવે આ મર્યાદા વધારીને 30.50 લાખ રૂપિયા કરી દેવાઈ છે. આ નવો નિયમ 11 એપ્રિલથી લાગૂ થવાનો છે. વધુમાં નેશનલ હેલ્થ સ્કિમ હેઠળ નોંધણી કરાવવા માટે ભારતીય સ્કિલ્ડ વિઝા ધારકો માટેની વાર્ષિક ફી જે 65000 રૂપિયા હતી તે વધારીને હવે એક લાખ 10 હજાર રૂપિયા કરવામાં આવી છે. NHS ફીમાં વધારો ઝીંકીને પ્રવાસી પરિવારો પર લગામ કરવાનો હેતુ છે. 


લાખો ભારતીયોએ પાછા ફરવું પડે
બ્રિટનની ઋષિ સુનક સરકારના આવા પગલાઓથી બ્રિટનમાં નોકરી ઈચ્છતા ભારતીયો માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકે છે. મિડ લેવલ વર્કર્સ પર નવા નિયમો લાગૂ થવાથી ત્રણ વર્ષની અંદર લગભગ આઠ લાખથી વધુ ભારતીય કામદારોએ બ્રિટનથી માદરે વતન પાછા ફરવું પડી શકે તેવી સ્થિતિ છે. નોંધનીય છે કે બ્રિટનમાં હાલ આ ભારતીયો 3 વર્ષના વિઝા પર છે. સરેરાશ પગાર 28 લાખ જેટલો છે. 3 વર્ષમાં વધી વધીને પગાર 41 લાખ થાય તેવી શક્યતા નહીવત છે. જો આ વર્કર્સના સ્કિલ્ડ વિઝા રિન્યૂ ન થાય તો પાછા ફરવું પડી શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube