Boris Johnson: રશિયા વિશે ભારતના વલણ પર બોરિસ જ્હોન્સને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
Boris Johnson Statement: બ્રિટનના પ્રધાનમંત્રીએ પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત ચર્ચા બાદ મીડિયાને આ વાત જણાવી.
Boris Johnson Statement: ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને શુક્રવારે કહ્યું કે ભારત, યુક્રેનમાં શાંતિ પર ભાર મૂકી રહ્યું છે અને ઈચ્છે છે કે ત્યાંથી રશિયા બહાર નીકળી જાય. બ્રિટનના પ્રધાનમંત્રીએ પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત ચર્ચા બાદ મીડિયાને આ વાત જણાવી.
વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ જણાવ્યું કે યુક્રેનના મુદ્દા પર યુકેના પીએમ બોરિસ જ્હોન્સને કહ્યું કે રશિયા પર ઐતિહાસિક રીતે ભારતની સ્થિતિ સર્વવિદિત છે અને તે તેને બદલવાનું નથી. જ્હોન્સને કહ્યું કે યુક્રેનના બુચામાં જે પણ કઈ થયું તેના વિરુદ્ધ મોદીની પ્રતિક્રિયા ખુબ મજબૂતાઈથી સામે આવી અને દરેક રશિયા સાથેના ભારતના દાયકાઓ જૂના ઐતિહાસિક સંબંધોનું સન્માન કરે છે.
બ્રિટિશ પ્રધાનમંત્રી જ્હોનસનને પૂછવામાં આવ્યું હતું કે શું રશિયાના યુક્રેન પરના હુમલાને બંધ કરવા માટે તેમણે પ્રધાનમંત્રી મોદીને રશિયા પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરવાનું કહ્યું. જ્હોનસેને એ પણ જાહેરાત કરી કે યુક્રેનની રાજધાની કિવમાં બ્રિટિશ દૂતાવાસ આગામી મહિનાથી ફરી ખુલી જશે. તેમણે કહ્યું કે બ્રિટન અને તેના સહયોગી યુક્રેન પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના પ્રહાર પર મૂકદર્શક બનીને બેસી નહીં રહે.
તેમણે કહ્યું કે એ સ્પષ્ટ છે કે મોદીએ અનેકવાર હસ્તક્ષેપ કર્યો અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે તેઓ શું વિચારે છે કે તેઓ આ ધરતી પર શું કરી રહ્યા છે અને તે કઈ દિશા તરફ જશે. તેમણે કહ્યું કે 'ભારતીય, યુક્રેનમાં શાંતિ ઈચ્છે છે અને ઈચ્છે છે કે રશિયા ત્યાંથી બહાર નીકળી જાય અને હું તેની સાથે સંપૂર્ણ રીતે સહમત છું.' આ સાથે જ તેમણે કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો વિશે બધાને ખબર છે અને તેઓ તેને બદલશે નહીં.
આ અગાઉ જ્હોનસન સાથે બેઠક બાજ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને બ્રિટને તમામ દેશોની ક્ષેત્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વના સન્માનના મહત્વને પણ દોહરાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, 'અમે યુક્રેનમાં તરત યુદ્ધવિરામ અને સમસ્યાના સમાધાન માટે વાર્તા અને કૂટનીતિ પર જોર આપ્યું. અમે તમામ દેશોની ક્ષેત્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વના સન્માનના મહત્વને પણ દોહરાવ્યું છે.'
વાતચીત બાદ બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં યુક્રેન સંકેટ વિશે કહેવાયું છે કે બંને નેતાઓએ ત્યાં ચાલી રહેલા સંઘર્ષ તથા માનવીય સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમાં કહેવાયું છે કે તેઓ નાગરિકોના મોતની એક સૂરમાં નિંદા કરે છે અને તત્કાળ યુદ્ધ બંધ કરવા અને સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનની જરૂરિયાત પર ભાર મૂકે છે જેનો સમગ્ર દુનિયા ખાસ કરીને વિકાસશીલ દેશો પર ઊંડો પ્રભાવ પડી રહ્યો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સમસામયિક વ્યવસ્થા પર ભાર મૂક્યો અને દેશોના સાર્વભૌમત્વ તથા ક્ષેત્રીય અખંડિતતાના સન્માનની વાત કરી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube