બેંગ્લુરૂ : ભાજપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બી.એસ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું કે, તેઓ લેખીતમા કહી શકે છે કે ભગવા પાર્ટી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પુર્ણ બહુમતી સાથે જીતશે અને 125થી 130 સીટો પ્રાપ્ત કરશે. તેમણે દાવો કર્યો કે, ભાજપનાં પક્ષમાં જબરદસ્ત લહેર છે. તેમણે કહ્યું કે, હું કર્ણાટકની રાજનીતિમાં લાંબા સમયથી છું. હું તે લખીને આપી શકું છું કે ભાજપ પુર્ણ બહુમતી સાથે કર્ણાટકની ચૂંટણી જીતશે. પરિણામ આવ્યા બાદ તમે તેને મળી શકશો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યેદિયુરપ્પાએ કહ્યું કે, તેમનાં રાજનીતિક સફરમાં તેમની ગણત્રી ક્યારે પણ ખોટી નથી થઇ અને તેમણે આશા છે કે ભાજપ 125થી 130 સીટો જીતીશું. કોંગ્રેસ 70થી પાર ની થાય અને જેડીએસ 24-25થી આગળ નહી વધે. તે મારા આંકડા છે. મારા રાજનીતિક મુસાફરીમાં મારી ગણત્રી ક્યારે પણ ખોટી નહોતી થઇ. મતદાન એક દિવસ બાદ તેમણે કહ્યું કે, હું અલગ અલગ ચેનલો પર એક્ઝિટ પોલનાં પરિણામો જેવું કંઇ પણ નથી. કોંગ્રેસ સત્તાની બહાર થઇ જશે. કોઇની સાથે ગઠબંધન કરવાનો કોઇ જ સવાલ પેદા નથી થતો. 



યેદિયુરપ્પાએ કહ્યું કે, સત્તા સંભળ્યા બાદ ભાજપે જાહેરાત પત્રમાં કરવામાં આવેલા વચનો અનુસાર તેઓ દેવું માફ કરશે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાન સાધતા ભાજપ નેતાએ કહ્યું કે, તેમનો કાર્યકાળ સમાપ્ત થઇગયો અને તે બંન્ને સ્થળો પર હારી જશે. સિદ્ધારમૈયા બે સ્થળો, ચામુંડેશ્વરી અને બાદામી ખાતેથી ચૂંટણી મેદાનમાં છે. મોટા ભાગનાં એક્ઝિટપોલમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે કાંટાની ટક્કર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને જનતા દળ સેક્યુલરનાં કિંગમેકર સ્વરૂપે ઉભરવાનાં ક્યાસ લગાવવામાં આવી રહી છે. ચૂંટણી પરિણામ મંગળવારે આવશે.