આતંકવાદીઓને હથિયાર પુરા પાડનાર ચાર તસ્કરોને BSFએ ઝડપ્યા
બીએસએફના વરિષ્ઠ અધિકારીના અનુસાર ચારેય તસ્કર હથિયારો ઉપરાંત માદક પદાર્થોની તસ્કરી પણ કરતા હતા. તેના કબ્જાથી હથિયારોની સાથે 36 કરોડ રૂપિયાની કિંમતનું 12 કિલો બ્રાઉન સુગર પણ જપ્ત કરાયું છે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને અત્યાધુનિક હથિયાર પુરા પાડનાર ચાર તસ્કરોને બીએસએફએ ભારત - પાકિસ્તાન સીમા નજીકથી ધરપકડ કરી છે. આ ચારેય તસ્કર પાકિસ્તાનથી મળનાર હથિયારોને પહેલા લાઇન ઓફ કંટ્રોલ (LoC) સાથે તસ્કરી દ્વારા ભારતીય સીમામાં લાવે છે. ત્યાર બાદ આ હથિયારોને જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવતું હતું. બીએસએફએ આ ચારેય તસ્કરોને કબ્જામાંથી 2 એકે 56 રાઇફલ અને આ રાઇફલોની 2 મેગેઝીન મળી આવી છે.
બીએસએફના વરિષ્ઠ અધિકારીના અનુસાર ચારેય તસ્કર હથિયારો ઉપરાંત માદક પદાર્થોની તસ્કરી પણ કરી શકતા હતા. તેનાં કબ્જામાં હથિયારોની સાથે 12 કિલોબ્રાઉન સુગર પણ જપ્ત કર્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 36 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તે ઉપરાંત તેના કબ્જામાંથી ચાર મોબાઇલ અને 11,130 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બીએસએફએ તસ્કરી માટે ઉપયોગમાં લેવાતા બે ટાટા સુમો ગાડીઓ પણ જપ્ત કરી છે. બીએસએફના અનુસાર પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના ઇશારે કામ કરનારા ચારેય તસ્કર જમ્મુ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે.
બે અન્ય આરોપી ઝાકીર હુસૈન અને રફીદ અહેમદતાદ પોલીસ સ્ટેશનની અંતર્ગત આવનારા ગબરા ગામનાં રહેવાસી છે. પુછપરછ દરમિયાન આ ચારેય આરોપીઓએ જણાવ્યા અનુસાર બીએસએફ અને સ્થાનિક પોલીસની ટીમે આલમ ભટ્ટ અને યુસુફ ખ્વાજાની ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું કે, આલમ ભટ્ટ ધાની વિસ્તારનો રહેવાસી છે. જ્યારે યૂસુફ ખ્વાજા હાજીતારાનો રહેવાસી છે. તપાસમાં જાણવા મળ્યું કે બંન્ને આરોપીઓ એલઓસી વિસ્તારમાં માદક પદાર્થ અને હથિયારોની તસ્કરીનો ગોરખધંધો લાંબા સમયથી ચાલી રહ્યો છે.