દીપક અગ્રવાલ, અનુપગઢ/જયપુર : ભારતીય સેનાની ગોળીઓથી માર્યા ગયેલા સરહદી ઘૂસણખોરોને આખરે પાકિસ્તાને સ્વીકારી લીધા છે. ભારતીય સીમા સુરક્ષા દળ (BSF) અને પાકિસ્તાની રેન્જર્સની વચ્ચે થયેલી ફ્લેગ મીટિંગમાં પાડોશી દેશે કબૂલ કર્યું છે કે, ભારતમાં ઘૂસણખોરી કરનારા લોકો તેમના નાગરિકો હતા. બીએસએફએ મારેલા ઘૂસણખોરોના મૃતદેહ પાકિસ્તાનને સોંપી દેવાયા છે. પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું કે, તેમના નાગિરકો ભૂલથી ભારતીય સીમામાં પહોંચી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે સવારે ભારતીય જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરીને ગોળીઓથી ઠાર માર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ઘૂસણખોરો શનિવાર-રવિવારની રાત્રે અનુપગઢ ક્ષેત્રમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાની નજીક કૈલાશ પોસ્ટ પર ભારતીય સરહદ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બીએેસએફના જવાનોએ તેમને માર્યા હતા. મંગળવારે સવારે બંને દેશોની સીમા સુરક્ષા દળની વચ્ચે યોજાયેલી ફ્લેગ મીટિગમાં ઘૂસણખોરોના મૃતદેહો સોંપવામાં આવ્યા હતા.



ઉલ્લેખનીય છે કે, માર્યા ગયેલા ઘૂસણખોરોની ઓળખ પાકિસ્તાની નાગરિક મોહંમદ હુસૈનના રૂપમાં થઈ છે. તે પાકિસ્તાનના મોહલ્લા અમજદ ગ્રીન ટાઉન ગોજરા જિલ્લા ટોબાટેકનો રહેવાસી હતો. શનિવાર-રવિવારની રાત્રે તે પિલ્લર નંબર 369-2 એસની પાસે ઝીરો લાઈન પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ તેને ઠાર માર્યો હતો.


મૃતદેહને પાકિસ્તાનને સોંપવા માટે સતત બે દિવસો સુધી પાકિસ્તાન રેન્જર્સની સાથે થયેલી ફ્લેગ મીટિંગમાં પાકિસ્તાને આ બંને નાગરિકો પોતાના દેશના હોવાની વાત કબૂલી હતી. બે દિવસોની બેઠકમાં સતત સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાની રેન્જર્સને ઘૂસણખોરો પાસેથી મળેલ પાકિસ્તાની ઓળખ પત્રના દસ્તાવેજો બતાવ્યા હતા. તેના બાદ મંગળવારે પાકિસ્તાને ઘૂસણખોરી કરનાર મોહંમદ હુસૈનનો પોતાનો નાગરિક હોવાનું કબૂલ્યું હતું. ઉચ્ચસ્તર પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ મંગળવારે પાકિસ્તાની નાગરિકના મૃતદેહો પાકિસ્તાની રેન્જર્સને સુપરત કરાયા હતા. પાકિસ્તાને માન્યું કે, આ નાગરિકો ભૂલથી ઝીરો લાઈન પર આવી ગયા હતા.