27 વર્ષથી શહીદનો પરિવાર રહેતો હતો ઝુંપડીમાં, ગામના યુવાનોનું કામ જાણીને તમે કહેશો વાહ....
મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલિયા ગામના લોકોએ કંઈક એવું કામ કર્યું કે જેને જાણીને તમને પણ તેમને સલામ કરવાનું મન થશે.
ઈન્દોરઃ મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલિયા ગામના લોકોએ કંઈક એવું કામ કર્યું કે જેને જાણીને તમને પણ તેમને સલામ કરવાનું મન થશે. પીર પીપલિયા ગામમાં રહેતા હવાલદાર મોહન સિંહ સુનેર ત્રિપુરામાં બીએસએફ તરફથી આતંકવાદી સામે લડતા શહીદ થયા હતા. 27 વર્ષથી તેમનો પરિવાર આ ગામમાં એક ઝુંપડીમાં રહેતો હતો. તેમને સરકારની કોઈ મદદ મળી નહીં. પરિવારને માત્ર રૂ.700નું પેન્શન મળે છે. આથી પરિવાર મજુરી કરીને ગુજરાન ચલાવે છે.
ગામના યુવાનોને પરિવાર પ્રત્યે લાગણી વ્યક્ત કરતા થોડા મહિના પહેલા ફાળો એક્ઠો કરવાનું શરૂ કર્યું. જોત-જોતામાં રૂ.11 લાખનો ફાળો એક્ઠો થઈ ગયો. આથી યુવાનોએ ઝુંપડીની જગ્યાએ પરિવારને એક આલિશાન બંગલો બનાવી આપ્યો. તેમણે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે પરિવારનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
[[{"fid":"228822","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પરિવારનો ગૃહ પ્રવેશ પણ કોઈ સામાન્ય રીતે કરાવ્યો ન હતો. ગામના તમામ યુવાનોએ પોતાના હાથની બંને હથેળીઓ જમીન પર મુકી દીધી હતી અને શહીદની પત્નીને તેના પર ચાલીને ઘરમાં પ્રવેશ કરવા જણાવ્યું હતું. શહીદનો પરિવાર ગામના યુવાનોની આટલી બધી લાગણી જોઈને ગદગદ થઈ ગયો હતો.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...