નવી દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફએ ગૃહમંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે, પાકિસ્તાન ભારત પર આવેલા પોતાનાં સીમાવર્તી વિસ્તારમાં પોતાની સંરક્ષણની તૈયારીઓને મજબુત કરવામાં લાગેલું છે. બીએસએફનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાને બહાવલનગર અને જેસલમેર પાસેનાં રહીમયાર ખાનમાં બે નવા આયુધ ભંડાર બનાવ્યા છે જેના થકી તે ખુબ જ ઓછા સમયમા દારૂગોળાને સીમા પર મોકલી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રાલયના સુત્રો અનુસાર પાકિસ્તાને આ આયુધ ભંડારના કેમ્પસમાં જ હેલીપેડ પણ બનાવ્યું છે. જેના કારણે તે જરૂર પડે ત્યારે પોતાનાં જવાનોને દરેક પદ્ધતીથી મદદ પહોંચાડી શકે છે. રહીમયાર ખાનનો ડેપો ભારત પાકિસ્તાન સીમાથી માત્ર 37 કિલોમીટરના અંતર પર છે સાથે જ બહાવલપુરમાં બનેલા આયુધ ડિપોમાં પાકિસ્તાને ઘણા બંકર પણ બનાવ્યા છે. જેનાં કારણે તે પોતાનાં હથિયારોને ઇન્ડિયન એરફોર્સના હૂમલાથી બચી શકે છે અને ખતરનાક મિસાઇલને સીમાની બિલ્કુલ નજીક છુપાઇ શકે છે. 

જોવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સેનાને આધુનિક બનાવવામાં લાગેલા છે સીમા પર બનેલા બંકરથી માંડીને મિસાઇલ અને જંગી જહાજોની સપ્લાઇ પાકિસ્તાન સેનાને ચીનથી સતત કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન ચીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ પ્રોજેક્ટ દ્વારા ચીને રાવલપિંડીથી માંડીએ પીઓકે સુધી આશરે 800 કિલોમીટર સુધી ઓફ્ટિકલ કેબલનું નેટવર્ક બિછાવ્યું છે, જેના કારણે પાકિસ્તાન સેનાનું કોમ્યુનિકેશન ખુબ જ સારૂ થઇ ચુક્યું છે.