નવી દિલ્હી : બીએસએફ જવાન પર હૂમલો કર્યાનાં એક દિવસ પહેલા બીએસએફએ આ વિસ્તારમાં પાકિસ્તાન હેલિકોપ્ટર્સ જોયા હતા જે થોડા સમય માટે હવામાં સીમા નજીક ચક્કર મારીને પરત ફરી ગયું હતું. શહીદ જવાન નરેન્દ્ર કુમારની હત્યાનાં બીજા દિવસે આજે એકવાર ફરીથી બીએસએફનાં અધિકારીઓએ ફોન દ્વારા પાકિસ્તાની રેન્જર્સનાં અધિકારીઓ સાથે વાત કરીને કહ્યું કે, તમારા જવાનોએ અમારી જવાનની ગોળી મારીને હત્યા કરી દીધી અને હવે જે કાંઇ પણ થશે તેના માટે પાકિસ્તાન પોતે જ જવાબદાર રહેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસએફનાં એક સુત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આજે આશરે એક વાગ્યે ફોન પર જ્યારે બીએસએફનાં અધિકારીઓએ પાકિસ્તાની રેન્જર્સ સમક્ષ પોતાનાં જવાનની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો તો પાકિસ્તાની રેન્જર્સે તેનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો કે તેમણે ગોળી ચલાવી છે ઉલ્ટું પાકિસ્તાનાં રેન્જર્સે ભારત પર આરોપ લગાવી દીધો. પાકિસ્તાની રેન્જર્સે કહ્યું કે, બીએસએફએ જ પોતાનાં જવાનની હત્યા કરી છે અને હવે અમારા પર આરોપ લગાવી રહ્યું છે. 

મંગળવારે બીએસએફનાં જવાનની હત્યાનાં દિવસે ગૃહમંત્રી રાજનાથસિંહ સ્માર્ટ ફોન્સિંગનાં ઉદ્ઘાટન માટે જમ્મુની મુલાકાતે હતા. બીએસએફએ એક દિવસ પહેલા જ પાકિસ્તાની રેન્જર્સને તેની માહિતી આપી હતી જેથી સીમા પર ગોળીબાર ન થાય જે કે ગુપ્તચર એજન્સીઓએ બીએસએફને તે બાબતનું એલર્ટ આપ્યું હતું કે ઇન્ટરનેશનલનાં બોર્ડરની સામે પાર પાકિસ્તાન રેન્જર્સનાં ડ્રેસમાં કેટલીક શંકાસ્પદ મુવમેન્ટ જોવા મળી રહી છે. 

ZEE MEDIAને મળેલી માહિતી અનુસાર BSFનાં 8 જવાન ટ્રેક્ટર દ્વારા ફેન્સીંગને પાર કરીને ભારતીય વિસ્તારમાં ઘાસ કાપવા માટે ગયા હતા. જો કે જેવા તેઓ ત્યાં પહોંચ્યા પાકિસ્તાની રેન્જર્સે અચાનક ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. બંન્ને દેશોએ SOPના અનુસાર બીએસએફનાં સરકંડા કાપતા પહેલા તે વિસ્તારનાં પાકિસ્તાની રેન્જર્સના કમાંડરને માહિતી આપી હતી જેથી કોઇ ગેરસમજ ન થાય. જો કે તેમ છતા પણ પાકિસ્તાનીઓએ હૂમલાની કાર્યવાહી કરી હતી.