નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલ પોતાનાં તમામ કર્મચારીઓનાં ફેબ્રુઆરી મહિનાનાં પગારની ચુકવણી શુક્રવારે કરશે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે ગુરૂવારે આ માહિતી આપી. શ્રીવાસ્તવે કહ્યું કે, બીએસએનએલ પોતાનાં તમામ કર્મચારીઓનાં વેતનની ચુકવણી કરશે. અમે દુર સંચાર મંત્રી મનોજ સિન્હાના આભારી છે, જેમણે સમય પર હસ્તક્ષેપ અંગે સુનિશ્ચિત કર્યું કે કર્મચારીઓનાં પગારની ચુકવણી ઝડપથી કરવામાં આવી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીટ શેરિંગ મુદ્દે માંઝી નારાજ, HAMની મહાગઠબંધનનો છેડો ફાડવાની ચીમકી ઉચ્ચારી

તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે માર્ચમાં બીએસએનએલની મહેસુલની પ્રાપ્તી ઉંચી રહે છે તે અને આંતરિક સંસાધનોનો પ્રવાહ વધ્યો છે. શ્રીવાસ્તવે કહ્યું કે, અમે આશા છે કે માર્ચમાં કુલ પ્રાપ્તી 2700 કરોડ રૂપિયા રહેશે. તેમાંથી 850 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ કર્મચારીઓનાં વેતનની ચુકવણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રિલાયન્સ જીયો ઉપરાંત બીએસએનએલ એક માત્ર એવી દૂરસંચાર કંપની છે જેના ગ્રાહકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે તેના રેવન્યુમાં વધારો થયો છે. 


રાજીવ-સોનિયા ગાંધીના અંગત ગણાતા ટોમ વડક્કન કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

શ્રીવાસ્તવે કહ્યું કે, દૂરસંચાર મંત્રીએ આ મુદ્દે પોતે પહેલ કરતા નજર રાખી અને સંકટનો નિકાલ કર્યો હતો. હું બીએસએનએલનાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કરુ છું જેમણે તે સુનિશ્ચિત કર્યું કે સેવાઓ ચાલુ જ રહેશે. તેમણે કહ્યું કે, દૂરસંચાર વિભાગનાં સહયોગથી આગામી મહિનામાં વેતન ચુકવણીમાં કોઇ વિલંબ નહી થાય.