કર્ણાટકઃ BSPએ રાજ્યમાં પોતાના એકમાત્ર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
વિધાનસભામાં મંગળવારે કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર વિશ્વાસનો મત મેળવી શકી નહીં અને સરકારનું પતન થયું હતું
બેંગલુરુઃ બહુજન સમાજ પાર્ટીએ કર્ણાટકમાં વિશ્વાસનો મત પ્રસ્તાવની મતદાન પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહેનારા પોતાના એકમાત્ર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. વિશ્વાસ પ્રસ્તાવ પર ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચાના અંત કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામીના નેતૃત્વવાળી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકારનું પતન થયું હતું. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને વિશ્વાસ મત દરમિયાન 99 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા.
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, 'કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના સમર્થનમાં વોટ આપવાના પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશનું ઉલ્લંઘન કરીને બીએસપીના ધારાસભ્ય એન. મહેશ આજે વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહ્યા હતા. આ બાબત શિસ્તભંગ દર્શાવે છે, જેને પાર્ટીએ અત્યંત ગંભીરતાથી લીધું છે. આથી, શિસ્તભંગના પગલાં સ્વરૂપે શ્રી મહેશને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.'
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...