નવી દિલ્હીઃ અખિલેશ યાદવ પછી હવે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પણ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. બસપા સુપ્રીમો માયાવતીએ મંગળવાર (12 માર્ચ)ના રોજ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, બહુજન સમાજ પાર્ટી કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. ગઠબંધન અંગે ચાલતી ચર્ચાઓ પર આખરે BSPએ પોતાની સ્થિતી સ્પષ્ટ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, બસપા એક પણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતીએ જણાવ્યું કે, સમાજવાદી પાર્ટી અને બહુજમ સમાજ પાર્ટીના ગઠબંધનમાં ભાજપને હરાવાની ક્ષમતા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઈ પણ સ્થિતિમાં સમાધાન કરાશે નહીં. 



બીએસપી તરફથી મંગળવારે એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે. જેના અનુસાર બહુજન સમાજ પાર્ટી અન્ય રાજ્યોમાં નાના પક્ષો સાથે પોતાની સાથે લાવશે અને ચૂંટણી લડશે. 



અમદાવાદમાં 58 વર્ષે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક, સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એક મંચ પર


માયાવતીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કેટલાક પક્ષો બીએસપી સાથે ગઠબંધન કરવા આતુર છે, પરંતુ ચૂંટણીના નાના ફાયદા માટે તેઓ આમ નહીં કરે. બસપા પોતાની કેડરને વધુ મજબૂત કરશે અને લોકસભા ચૂંટણી લડશે. 



ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તરપ્રદેશમાં બસપાએ સપા સાથે ગઠબંધન કર્યું છે. સપા-બસપાના આ ગઠબંધને રાલોદને 3 સીટ આપી છે. સાથે જ ગઠબંધને રાયબરેલી અને અમેઠીમાં એક પણ ઉમેદવાર ન ઊભો રાખવાની પણ જાહેરાત કરી.