502 વર્ષ બાદ આજે બુદ્ધ પૂર્ણિમા પર બની રહ્યો છે ખાસ સંયોગ, ધાર્યું કામ થશે
હિન્દુ પંચાગના અનુસાર, વૈશાક માસની પૂર્ણિમા પર ભગવાન ગૌતમ બુદ્ધની જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પૂર્ણિમા આજે શનિવારે એટલે કે 18 મેના રોજ આવી છે. જ્યોતિષાચાર્યના અનુસાર, આ વખતની બુદ્ધ પૂર્ણિમા પર બહુ જ દુર્લભ યોગ બની રહ્યો છે.જેને કારણે આ યોગમાં કરવામા આવેલ કામોમાં સફળતા મળવી નિશ્ચિત છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા પર મંગળ અને રાહુ મિથુન રાશિમાં અને ધન રાશિમાં શનિ અને કેતુ હશે. આ ઉપરાંત સૂર્ય અને ગુરુ પણ એકબીજાની સામે હશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ દુર્લભ યોગ મે 1517માં બન્યો હતો, અને તેના બાદ 205 વર્ષો બાદ એટલે કે 2224માં આ યોગ બનવાની શક્યતા છે. બુદ્ધ પૂર્ણિમા પર આ વખતે સમસપ્તક સંયોગ બની રહ્યો છે. જેને કારણે તેનુ મહત્વ હજી વધી ગયું છે.
નવી દિલ્હી :હિન્દુ પંચાગના અનુસાર, વૈશાક માસની પૂર્ણિમા પર ભગવાન ગૌતમ બુદ્ધની જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પૂર્ણિમા આજે શનિવારે એટલે કે 18 મેના રોજ આવી છે. જ્યોતિષાચાર્યના અનુસાર, આ વખતની બુદ્ધ પૂર્ણિમા પર બહુ જ દુર્લભ યોગ બની રહ્યો છે.જેને કારણે આ યોગમાં કરવામા આવેલ કામોમાં સફળતા મળવી નિશ્ચિત છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા પર મંગળ અને રાહુ મિથુન રાશિમાં અને ધન રાશિમાં શનિ અને કેતુ હશે. આ ઉપરાંત સૂર્ય અને ગુરુ પણ એકબીજાની સામે હશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ દુર્લભ યોગ મે 1517માં બન્યો હતો, અને તેના બાદ 205 વર્ષો બાદ એટલે કે 2224માં આ યોગ બનવાની શક્યતા છે. બુદ્ધ પૂર્ણિમા પર આ વખતે સમસપ્તક સંયોગ બની રહ્યો છે. જેને કારણે તેનુ મહત્વ હજી વધી ગયું છે.
એક ટીપુ પાણી માટે ગુજરાતના આ ગામના લોકોને લગાવવી પડે છે મોતની ડુબકી
સમસપ્તક રાજયોગ
દેવગુરુ બૃહસ્પતિ અને નવગ્રહોના રાજા સૂર્યદેવ જ્યારે આમનેસામને હોવાના સમયને સમસપ્તક રાજયોગ કહેવાય છે. આ વખતે આ રાજયોગ બુદ્ધ પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે. જેને કારણે તેનુ મહત્વ હજી પણ વધી જાય છે. જ્યોતિષાચાર્યોના અનુસાર, આ યોગમાં જે પણ વ્યક્તિ શુભ કાર્યની શરૂઆત કરે છે, તેને તેમાં સફળતા મળે જ છે. આ દિવસથી નવા કાર્યની શરૂઆત પણ બહુ જ શુભ માનવામાં આવે છે.
ગુજરાતના માછીમારનું કુવૈતમાં મોત, મધદરિયે ચાંચિયાઓએ ધડાધડ 3 ગોળીઓ મારી
ભગવાન વિષ્ણુની પૂજા
મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો 9મો અવતાર માનવામાં આવે છે, આ જ કારણ છે કે, બુદ્ધ પૂર્ણિમાના દિવસે અનેક ક્ષેત્રોમાં મહાત્મા બુદ્ધ ઉપરાંત વિષ્ણુ ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે સૌથી પહેલા સ્નાન કરીને સાફ-સુધરા કપડા પહેરો અને તેના બાદ પૂજા ઘરને સ્વચ્છ કરો. ગંગાજળને ઘરમાં છાંટીને ઘરનું શુદ્ધીકરણ કરો અને તેના બાદ ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો. તેના બાદ કુશાથી ભગવાન વિષ્ણુ પર જળનો છંટકાવ કરો અને તેમને ફૂલો અર્પિત કરો. ભગવાનને ભોગ લગાવો અને આરતી કરીને પરિવારજનો તથા પૂજામાં ઉપસ્થિત લોકોમાં પ્રસાદનું વિતરણ કરો. આ દિવસે અન્નદાનનું પણ ઘણુ મહત્વ હોય છે, તેથી જ જરૂરિયાતમંદ લોકોમાં અન્નદાન કરવાનું ન ભૂલો.
આજે પણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે
મહાત્મા બુદ્ધની જયંતી
એક તરફ જ્યાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તો બૌદ્ધ ધર્મના અનુયાયી આ દિવેસ ભગવાન બુદ્ધનો જન્મોત્સવ ઉજવે છે, અને ગરીબોમાં અન્ન અને અન્ય જરૂરિયાતમંદ ચોજીનું દાન કરીને આ દિવસને ભગવાન બુદ્ધના જન્મદિવસના રૂપમાં ઉજવે છે.