Buddha Purnima Buddha Teachings: આજે સમગ્ર દેશમાં ધામધૂમથી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. પૌરાણિક માન્યતાઓ મુજબ કેટલાક લોકો મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર ગણે છે. બુદ્ધને અહિંસા, દયા, કરુણા, અને સકળ વિશ્વને શાંતિનો સંદેશ આપવા માટે જાણવામાં આવે છે. બુદ્ધ લોકોને જીવનની રાહ દેખાડે છે. બુદ્ધે સમગ્ર દુનિયાને શાંતિ, કરુણા, અને સહિષ્ણુતાના રસ્તે ચાલવા માટે પ્રેરિત કર્યા છે. આથી આજે દુનિયાભરમાં તેમના અનુયાયીઓ છે. ભગવાન બુદ્ધની શીખ આજે આ કળિયુગમાં પણ પહેલા જેટલા જ પ્રાસંગિક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુદ્ધે આપ્યો ચાર પત્નીનો સંદેશ
ગૌતમ બુદ્ધનું શીખામણો આજે પણ લોકોને પ્રેરણા આપવાની સાથે સાથે જીવનને યોગ્ય રીતે જીવવાનો રસ્તો દેખાડે છે. તેમનું કહેવું હતું કે દરેક પુરુષને 4 પત્ની હોવી જોઈએ. તેની પાછળ એક રસપ્રદ કહાની છે. બુદ્ધના પ્રારંભિક ઉપદેશવાળા 32 આગમ સૂત્રોમાંથી એકમાં આ કહાનીનો ઉલ્લેખ છે. 


ગૌતમ બુદ્ધે પોતાના અનુયાયીઓને કહ્યું કે એક પતિની ચાર પત્ની હતી. સમય જતા તે બીમાર પડ્યો તો તેને પોતાનું મોત દેખાવવા લાગ્યું હતું. જીવનના અંતમાં તે ખુબ એકલાપણું મહેસૂસ કરવા લાગ્યો. તેણે તેની પહેલી પત્નીને બોલાવી અને તેને તેની સાથે બીજી દુનિયામાં આવવા માટે કહ્યું. તેણે કહ્યું કે મારી પ્રિય પત્ની મે તને સૌથી વધુ પ્રેમ કર્યો. હંમેશા તે જ મારો ખ્યાલ રાખ્યો. હવે હું મરવાનો છું. તો શું તું મારી સાથે આવીશ? જ્યાં હું મૃત્યુ બાદ જાઉ?


પહેલી પત્નીનો જવાબ
તેણે જવાબ આપ્યો કે મારા વ્હાલા પતિ, મને ખબર છે કે તમે મને ખુબ પ્રેમ કરો છો અને હવે તમારો અંત નજીક છે. આવામાં હવે તમારીથી અલગ થવાનો સમય આવી ગયો છે. અલવિદા મારા પ્રિય.


બીજી પત્નીનો જવાબ
ત્યારબાદ તેણે બીજી પત્નીને બોલાવી અને મોત બાદ સફર પર સાથે આવવા માટે વિનંતી કરી. બીજી પત્નીએ જવાબ આપ્યો કે પ્રિય પતિ તમારી પહેલી પત્નીએ તમારા મૃત્યુ બાદ તમારો સાથ આપવાનો ઈન્કાર કરી દીધો તો પછી હું કેવી રીતે તમારી સાથે આવી શકું? તમે તો મને ફક્ત તમારા સ્વાર્થ માટે પ્રેમ કર્યો છે. 


ત્રીજી પત્નીનો જવાબ
મૃત્યુશૈયા પર લેટેલા વ્યક્તિએ તેની ત્રીજી પત્નીને બોલાવી અને તેને પણ એ જ સવાલ પૂછ્યો. ત્રીજી પત્નીએ આંખોમાં આંસૂ ભરીને જવાબ આપ્યો. મારા પ્રિય, મને તમારા પર દયા આવી રહી છે અને મને તમારા માટે દુખ થઈ રહ્યું છે. આથી હું અંતિમ સંસ્કાર સુધી તમારી સાથે રહીશ પણ આગળ નહીં જઈ શકું. 



ચોથી પત્નીનો જવાબ
તેની ચોથી પત્ની કે જેનો તેણે ક્યારેય પરવા કરી નહતી, હંમેશા દાસી જેવો વર્તાવ કર્યો હતો અને ફટકાર લગાવી હતી. પુરુષે વિચાર્યું કે જો તે તેની સાથે અંતિમ સફર પર સાથે જવાનું કહેશે તો ચોક્કસપણે ના પાડી દેશે. જો કે તે ડરેલો હતો અને એકલાપણું મહેસૂસ કરી રહ્યો હતો આથી તેણે તેની ચોથી પત્નીને પણ બીજી દુનિયામાં સાથે આવવાની અપીલ કરી. 


પતિની વિનંતી પર ચોથી પત્નીએ કહ્યું કે, મારા વ્હાલા પતિ, હું તમારી સાથે જઈશ. કઈ પણ થાય હું હંમેશા તમારી સાથે રહેવા માટે દ્રઢ સંકલ્પિત છું. હું તમારાથી ક્યારેય અલગ થઈ શકું નહીં. હવે આ વાર્તા એક વ્યક્તિ અને તેની ચાર પત્નીની છે. 


આ ચારેય પત્નીઓનો શું અર્થ?
ગૌતમ બુદ્ધે પોતાની વાર્તા સમાપ્ત કરતા કહ્યું કે પ્રત્યેક પુરુષ અને મહિલાની ચાર પત્નીઓ અને ચાર પતિ હોય છે. દરેકનો એક ખાસ અર્થ હોય છે. પહેલી પત્ની કે સાથી આપણું શરીર હોય છે. જેને આપણે દિવસ રાત પ્રેમ કરીએ છીએ. સવારના સમયે આપણે આપણો ચહેરો ધોઈએ છીએ, કપડાં અને જૂતા પહેરીએ છીએ. આપણ આપણા શરીરને ભોજન આપીએ છીએ. તેનો પહેલી પત્નીની જેમ ખ્યાલ રાખીએ છીએ પરંતુ દુર્ભાગ્યપણે જીવનના અંતમાં શરીર એટલે કે પહેલી પત્ની આપણને આગલી દુનિયામાં લઈ જશી શકતી નથી. 


મૃતદેહના અંતિમ સંસ્કાર કરાય છ. બુદ્ધે કહ્યું કે જ્યારે અંતિમ શ્વાસ આપણા શરીરને છોડે છે ત્યારે ચહેરાનો રંગ બદલાઈ જાય છે અને આપણે આપણા ઉજ્જવળ જીવનને ખોવા લાગીએ છીએ. આપણા પ્રિયજનો ભેગા થઈને વિલાપ કરે છે. પરંતુ તેનો કોઈ ફાયદો થતો નથી. આવા સમયે શરીરને અંતિમ સંસ્કાર માટે એક ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે અને ફક્ત સફેદ રાખ બચે છે.


ભૌતિક ચીજોનું તાત્પર્ય 'બીજી પત્ની' આપણા ભાગ્ય, ભૌતિક ચીજો, ધન, સંપત્તિ, પ્રસિદ્ધિ, પદ અને નોકરીને દર્શાવે છે. આપણે આ તમામ ભૌતિક ચીજોથી ખુબ જોડાયેલા મહેસૂસ કરીએ છીએ. જેને મેળવવા માટે આકરી મહેનત કરીએ છીએ. આપણે આ ચીજોને ખોવાથી ડરીએ છીએ. પરંતુ તેની કોઈ સીમા નથી. આપણા ભાગ્યએ જે પણ ભેગુ કર્યું છે તેને આપણે છોડવું જ પડશે. આપણે આ દુનિયામાં ખાલી હાથ આવ્યા છીએ અને મૃત્યુ સમયે પણ ખાલી હાથ હોય છે. જે રીતે બીજી પત્નીએ તેના પતિને કહ્યું હતું કે તમે તમારા અહંકાર અને સ્વાર્થ માટે ફક્ત મને તમારી સાથે રાખી અને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. 


બુદ્ધ કહે છે કે ત્રીજી પત્નીનો અર્થ અહીં સગા સંબંધીઓ છે. તે આપણા માતા પિતા, બહેન અને ભાઈ, તમામ સંબંધીઓ, મિત્રો અને સમાજની જેમ છે. તેઓ આંખોમાં આંસૂ લઈને આપણી સાથે સ્મશાન ઘાટ સુધી આવી શકે છે. તેઓ આપણા માટે દુખી અને ઉદાસ રહે છે. આથી આપણે આપણા શરીર, ભાગ્ય અને સમાજ પર નિર્ભર રહી શકીએ નહીં. આપણે એકલા આવીએ છીએ અને એકલા આ દુનિયામાંથી જઈએ છીએ. મૃત્યુ બાદ કોઈ આપણો સાથ આપી શકતું નથી.


 


ચોથી પત્નીનો અર્થ શું? બુદ્ધે કહ્યું કે ચોથી પત્ની આપણું મન કે ચેતના છે. જ્યારે આપણે ઊંડાણપૂર્વક એ ઓળખી જઈએ છીએ કે આપણું મન ક્રોધ, લાલચ અને અસંતોષથી ભરેલું છે તો આપણે આપણા જીવનને સારા દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. ક્રોધ, લોભ અને અસંતોષ કર્મના નિયમ છે. આપણા આપણા કર્મથી ક્યારેય પીછો છોડાવી શકતા નથી. જેમ કે ચોથી પત્નીએ તેના મરતા પતિને કહ્યું હતું કે તમે જ્યાં પણ જશો, હું તમારી સાથે આવીશ. 


અત્રે જણાવવાનું કે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ભારત ઉપરાંત ચીન, જાપાન, નેપાળ, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, કંબોડિયા, મલેશિયા, અને શ્રીલંકામાં ઉજવાય છે. આ શુભ અવસરે બુદ્ધ સંલગ્ન તીર્થ સ્થળો પર મેળો લાગે છે. બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો આજે પોતાના ઘરને ફૂલોથી સજાવે છે. દીપ પ્રગટાવે છે. કેટલાક લોકો ઉપવાસ કરીને પ્રાર્થના કરે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)