હલવા સેરેમનીની સાથે શરૂ થઇ બજેટ પ્રક્રિયાની શરૂઆત, જાણો શું આ પ્રક્રિયા
બજેટ 201819ના દસ્તાવેજોની પ્રિંટિંગની પ્રક્રિયા 20 જાન્યુઆરીના રોજ હલવા સેરેમની પરંપરાની સાથે શરૂ થઇ ગઇ છે. કેંદ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ શનિવારે હલવા સેરેમનીમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ હલવો ખાઇ બજેટ પ્રક્રિયાની શરૂઆત કરી.
નવી દિલ્હી: બજેટ 201819ના દસ્તાવેજોની પ્રિંટિંગની પ્રક્રિયા 20 જાન્યુઆરીના રોજ હલવા સેરેમની પરંપરાની સાથે શરૂ થઇ ગઇ છે. કેંદ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ શનિવારે હલવા સેરેમનીમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ હલવો ખાઇ બજેટ પ્રક્રિયાની શરૂઆત કરી. આ અવસરે નાણા મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા. આ સાથે જ પ્રિટિંગ પ્રેસના તમામ કર્મચારીઓ સહિત નાણા મંત્રાલયના 100 અધિકારીઓને બજેટ રજૂ થશે ત્યાં સુધી નજરકેદ કરવામાં આવશે. આ વખતે કેંદ્ર સરકાર 1 ફ્રેબુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.
આ રીતે ઉજવવામાં આવે છે હલવા સેરેમની
હલવા સેરેમની બજેટ દસ્તાવેજોના છાપકામની શરૂઆતના પહેલાં ઘણા લાંબા સમયથી ઉજવવામાં આવે છે. આ પરંપરામાં એક મોટી કઢાઇમાં હલવો તૈયાર કરવામાં આવે છે. આ હલવાને બધા કર્મચરીઓને વહેંચવામાં આવે છે. હલવો વહેંચ્યા પછી નાણા મંત્રાલયના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓને મંત્રાલયમાં જ દુનિયાથી અલગ રહેવાનું હોય છે. આ તે કર્મચારી હોય છે જે પ્રત્યક્ષ રીતે બજેટ બનાવવાથી માંડીને તેના પ્રિંટિંગની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે.
પરિવારથી પણ દૂર
લોકસભામાં જ્યારે નાણા મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવે ત્યાં સુધી આ કર્મચારી પોતાના પરિવાર સાથે ફોન પર પણ સંપર્ક કરી શકતા નથી. આ પરંપરા બાદ નાણા મંત્રાલયના ફક્ત ઉચ્ચ અધિકારીઓને જ પોતાના ઘરે જવાની પરવાનગી હોય છે. નાણા મંત્રી દ્વારા હલવો વહેચ્યા પછી મંત્રાલયના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓને મંત્રાલયમાં જ દુનિયાથી કટ રહેવાનું હોય છે. બજેટ બનવાની પ્રક્રિયામાં લાગેલા અધિકારીઓ 2-3 અઠવાડિયા સુધી નોર્થ બ્લોકમાં રહે છે. તે નોર્થ બ્લોકમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી નાણા મંત્રી બજેટના દિવસે પોતાનું ભાષણ પુરું ન કરી લે.
1 ફ્રેબુઆરીના રોજ રજૂ થશે બજેટ
બજેટ રજૂ કરતાં પહેલાં નાણા મંત્રી કેટલાક દસ્તાવેજ વાંચે છે. આ દસ્તાવેજોની પ્રિંટિંગ શરૂ થતાં પહેલાં નોર્થ બ્લોકમાં 'હલવા સમારોહ' ઉજવવામાં આવે છે જેના વિશે કહેવામાં આવે છે કે આ નાણા મંત્રી પોતે તૈયાર કરે છે એક મોટી કઢાઇમાં તેને તૈયાર કરવામાં આવે છે. આ વખતે મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે.