નવી દિલ્હી(દુષ્યંતકુમાર): આજના બજેટમાં સૌથી મોટા સમાચાર અને ચર્ચાનો વિષય નોકરિયાત વર્ગ માટેનો હતો. સરકારે જાહેરાત કરી કે, 'વાર્ષિક રૂ.5 લાખની કમાણી કરતા લોકો પર કોઈ ટેક્સ નહીં લાગે.' હવે, તેનાથી આગળના સમાચાર એ છે કે આ ટેક્સ રિબેટ છે, સરકારે ટેક્સ છૂટનો સ્લેબ બદલ્યો નથી. એટેલ કે, સરકારે રૂ.5 લાખ સુધીની વાર્ષિક કમાણી કરનારા લોકોને ટેક્સ ફ્રી કરી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે, જો કોઈ વ્યક્તિની કરપાત્ર આવક રૂ.5 લાખથી વધુ છે તો તેણે જૂના હિસાબે જ ટેક્સ ચૂકવવાનો રહેશે. તેની સંપૂર્ણ ગણતરી ટેક્સ એક્સપર્ટ સુનીલ ગર્ગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલકા ગુપ્તાએ સમજાવી છે. તેમણે જણાવ્યું કે, વાર્ષિક રૂ.5 લાખની કમાણી કરનારા લોકોને ફાયદો તો મળશે, પરંતુ જો કોઈ રૂ.5 લાખ કરતાં વધુ કમાણી કરે છે તો તેને ટેક્સમાં વધુ રાહત નહીં મળે. 


ઓછી કમાણી કરનારાને ફાયદો
જો તમારી કરપાત્ર આવક રૂ.5 લાખ છે, તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો નથી. આ ઉપરાંત જો તમે એલઆઈસી, મેડિકલ, પીએફમાં રોકાણ કરો છો તો તમારે રૂ.6,50 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી. સરળ ભાષામાં કહીએ તો પ્રથમ 5 લાખની કમાણી પર તમે જે રૂ.13,000 ટેક્સ ચૂકવતા હતા, તે હવે શૂન્ય (0) થઈ ગયો છે. ટેક્સ એક્સપર્ટ અલકા ગુપ્તાના અનુસાર, સરકારે સેક્શન 87A અંતર્ગત રિબેટ ઘટાડીને રૂ.2500થી રૂ.12,000 કરકી દીધું છે. 


Budget 2019: સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત, પેંશન માટે વધાર્યું સરકારી યોગદાન


વધુ કમાણી કરનારા લોકોએ પહેલાની જેમ ભરવો પડશે ટેક્સ
માની લો કે તમારી વાર્ષિક કરપાત્ર આવક રૂ.5 લાખથી વધુ થઈ જાય છે. તો આવી સ્થિતિમાં તમે અગાઉની જેમ જ 20%ના ટેક્સ સ્લેબના દાયરામાં આવી જશો. એટલે કે જૂનો સ્લેબ લાગુ પડશે 2.5 લાખ સુધી 5%, 5થી 10 લાખ સુધી 20%. જો તમારી કરપાત્ર આવક રૂ.10 લાખ કે તેનાથી વધારે છે તો તમારે 30% ટેક્સ ચૂકવવાનો રહેશે. 


એક નજરમાં ગણતરી
અગાઉઃ રૂ.2.50 લાખની વાર્ષિક આવક પર ટેક્સ લાગતો ન હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ.40,000 હતું. 
હવેઃ રૂ.5 લાખની આવક પર કોઈ ટેક્સ નથી. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ.50,000 કરાયું છે. 
શું કર્યું: ઈનકમ ટેક્સનો સ્લેબ બદલવામાં આવ્યો નથી. કરપાત્ર આવક રૂ.5 લાખથી વધુ છે તો તેમને માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શનનો જ ફાયદો મળશે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...