નવી દિલ્હી : મોદી સરકારે બજેટ પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. આ રાહત પેકેજનો લાભ આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે. આ રકમમાં આંધ્રપ્રદેશ માટે 900 કરોડ રૂપિયા, ગુજરાત માટે 130 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 4700 કરોડ રૂપિયા અને કર્ણાટક માટે 950 કરોડ રૂપિયાના પેકેજની મંજૂરી આપવામાં આવી છે. આ રાજ્યોમાં ખેડૂતો દુકાળથી પીડિત હતા અને સરકારના આ નિર્ણયથી તેમને મોટી રાહત મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાનકડા તેમજ ખેડૂતોની આવક ઓછી થવાની સમસ્યાના નિવારણ માટે સરકાર ખાસ પ્રયાસો કરી રહી છે. કૃષિ મંત્રાલયે ક્ષેત્રની સમસ્યાઓને દૂર કરવા માટે અલ્પ સમય તથા દીર્ઘકાલિન બંને સમાધાન પ્રદાન કરવા માટે અનેક વિકલ્પોની ભલામણ કરી હતી.


ગત મહિને કેન્દ્ર સરકારે કેટલાક દુષ્કાળ પ્રભાવિત રાજ્યોની મુલાકાત લીધી હતી. તેના બાદથી જ માનવામાં આવી રહ્યુ હતું કે, સરકાર જલ્દી જ આ રાજ્યોમાં ખેડૂતો માટે કોઈ પેકેજની જાહેરાત કરી શકે છે. 


આ ઉપરાંત આશા વ્યક્ત કરાઈ છે કે, આ બજેટમાં ખેડૂતોને પણ રાહત આપવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બજેટમાં પાક વીમા યોજના માટે કેન્દ્ર સરકાર ફંડ વધારી શકે છે. વડાપ્રધાન પાક વીમા યોજનાને સરકાર 15000 કરોડ રૂપિયા આપી શકે છે. ગત બજેટમાં સરકાર તરફથી તેના માટે 13 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. 


સાથે જ વડાપ્રધાન પાક વીમા યોજનાના હાલના ઢાંચામાં પણ બદલાવ કરવામાં આવી શકે છે. સ્મોલ અને માર્જિનલ ખેડૂતોને ધ્યાનમાં રાખીને બદલાવ કરવામાં આવી શકે છે. એ ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે, જેઓએ બેંકમાંથી લોન નથી લીધી. આ ઉપરાંત પાક વીમા યોજનાની લાભની સીમા પણ વધારી શકાય છે. સરકારનું પ્લાનિંગ છે કે, તે ખેડૂતોના પણ નુકશાનની ભરપાઈ થાય, જેઓએ વ્યાજ લીધું નથી. આ ઉપરાંત બેંકિંગ નેટવર્કથી બહાર રહેલા ખેડૂતોને પણ વીમા યોજનાનો લાભ મળશે. નીતિ આયોગ તરફથી તેમાં બદલાવની ભલામણ કરવામાં આવી છે.