નવી દિલ્હી : મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પહેલું સામાન્ય બજેટ સામે આવી ચુક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં ગરીબો માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, સાથે જ અમીરો પર ટેક્સ વધારવામાં આવ્યો છે. જો કે સરકારની તરફથી મિડલ ક્લાસ માટે ટેક્સ સ્લેબમાં કોઇ જ પરિવર્તન કરવામાં આવ્યું નથી. બીજી તરફ આ અંગે પ્રતિક્રિયાઓ આવવાની ચાલુ થઇ ચુકી છે. કોંગ્રેસે મોદી સરકારનાં આ બજેટને ભાંડ્યું છે, તો સરકાર દ્વારા બજેટના વખાણ કરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- બજેટ રજુ થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ દેશને સમૃદ્ધ અને જન જનને સમર્થન બનાવનારુ બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવાનોને સારી તક મળશે. આ બજેટમાં માધ્યમથી મધ્યવર્ગને પ્રગતિ મળશે. વિકાસની રફતારને ગતિ મળશે. આ બજેટથી ટેક્સવ્યવસ્થા સરળ થશે. ઇન્ફ્રાસ્ટ્રકચરનું આધુનિકર થશે. (વડાપ્રધાન નરેન્દ્ર મોદી)


આ બાજુ નાણામંત્રી રજુ કરી રહ્યા હતા BUDGET, આવુ હતુ રાહુલ ગાંધીનુ REACTION
વિવિધ નેતા અને અધિકારીઓ દ્વારા શું આપવામાં આવી પ્રતિક્રિયા
- આ ખુબ જ વ્યાપક બજેટ છે. અમે વિશેષ રીતે પ્રસન્ન છીએ કારણ કે નાણામંત્રીએ નીતિ પંચની ભુમિકાનો સ્વિકાર કર્યો છે. (અમિતાભ કાંત, નીતિ પંચના સીઇઓ)
- બજેટે સ્ટાર્ટ અપ, જોબ ક્રિએશન, મેક ઇન ઇન્ડિયાને વધારે જોર આપ્યું છે. વેપારીઓને પેંશન આપ્યું છે. તે 130 કરોડ ભારતીયોનું બજેટ છે. (પીયુષ ગોયલ, રેલમંત્રી)
- ભાજપની જાહેરાતોમાં કાંઇ જ નવુ નથી. વડાપ્રધાનનાં વિઝનની વાત ઠી છે, પરંતુ તે વિઝનને પ્રાપ્ત કરવા માટે એક રોડમેપ હોવો જોઇએ. બજેટમાં તે વસ્તુઓ નથી. કાર્ય યોજના અંગે સ્પષ્ટતા નથી. બજેટ ખોખલું લાગે છે. (અશોક ગહલોત, રાજસ્થાન સીએમ)
- ખેડૂત, યુવાન, મહિલા અને ગરીબોનાં સપાને પુર્ણ કરનારુ બજેટ છે. તેમણે કહ્યું કે, બજેટ 2019-20 ભવિષ્યમાં ધ્યાન રાખીને બનાવાયું છે. આ તે ક્ષેત્રો માટે રોડમેપ પ્રદાન કેર છે જે દેશનાં વિકાસ માટે યોગ્ય છે (અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી)
- આ બજેટમાં એક સમૃદ્ધ અને સશક્ત ભારતની પીએમ મોદીની કલ્પના છે તે દેખાય છે. યુવાનો અને મહિલાઓની મહત્વકાંક્ષાઓની પુર્તિ કરનારુ બજેટ છે. બજેટમાં રાજ્ય સરકારને 50 ટકાની તુલનાએ 18 ટકાની વૃદ્ધી સાથે પૈસા એલોટ કરવામાં આવી રહ્યા છે. જે પોતાની રીતે એક મોટી વાત છે. પુર્ણ રીતે આ બજેટ એક પ્રોગ્રેસિવ બજેટ છે.  (પ્રકાશ જાવડેકર, માહિતી અને પ્રસારણ મંત્રી)


બજેટ 2019: શું સસ્તુ થયું અને શું મોંઘુ...સંપૂર્ણ યાદી માટે કરો ક્લિક 
- આ બજેટમાં કંઇ જ નવુ નથી. જુના વચનોને જ ફરી આપવામાં આવ્યા છે, જો કે બજેટ નવી બોટલમાં જુનો દારુ છે. રોજગાર માટે કોઇ પ્રકારનું આયોજન જોવા નથી મળી રહ્યું (અધીર રંજન ચૌધરી, કોંગ્રેસ)
- આ બજેટ ન્યુ ઇન્ડિયાને મહત્વ આપે છે, સાથે જ આગામી સમયમાં મોટા પરિવર્તનોનાં પાયા રાખે છે. આ બજેટ ન માત્ર ખેડૂત પરંતુ મહિલાઓ, યુવાનો અને ગરીબો માટે છે. (રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી)
- આ બજેટમાં કાંઇ જ નવુ નથી, માત્ર એક નાનો હિસ્સો છે. બધુજ સુરજ પાસે ચે તેમાંથી કાંઇ જ મેળવી શકાય તેમ નથી (સિદ્ધારમૈયા, કોંગ્રેસ નેતા)


સનકી પતિએ પત્ની અને 3 બાળકોની હત્યા કરી મોત વ્હાલું કર્યું, લાશો જોઈ પોલીસ હેબ્તાઈ ગઈ
- વડાપ્રધાન મોદીનું બજેટને વહી ખાતા બનાવી દીધું છે. આ બજેટ દેશના માટે છે સાથે જ સામાન્ય માણસ માટે છે. આ બજેટનાં દરેક સેક્શન માટે કંઇક નવુ છે. (શિવરાજસિંહ ચૌહાણ, મધ્યપ્રદેશ પૂર્વ મુખ્યમંત્રી)
- નાણામંત્રી નિર્મલા સીતારમણે નયૂ ઇન્ડિયાનું બજેટ રજુ કર્યું છે. આ એવું બજેટ છે જે 130 કરોડ લોકોને આગળ વધારશે. તેમાં ખેડૂત, યુવાન, મહિલા, ગરીબ અને દરેક વ્યક્ત માટે કંઇકને કંઇક હોય, જે તેમનાં સપનાઓને પુર્ણ કરશે (અમિત શાહ, ગૃહમંત્રી)
-પેટ્રોલ ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધવા અંગે તેમણે કહ્યું કે, તેનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં કરવામાં આવશે. તેના કારણે માર્ગની સ્થિતીને સુધારવામાં વશે, જેના કારણે ટ્રાવેલ ટાઇમ ઘટશે અને લોકોના પૈસા બચશે (નીતિન ગડકરી, પરિવહન મંત્રી)