નવી દિલ્હી : મોદી સરકારના બીજા કાર્યકાળમાં 5 જુલાઇના રોજ રજુ થનારા બજેટની તૈયારી હલવા સેરેમની સાથે ચાલુ થઇ ગઇ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે હલવા સેરેમનીમાં સાંસદો અને નાણા મંત્રાલયનાં અધિકારીઓને હલવો ખવડાવીને બજેટની પ્રક્રિયા શરૂ કરી હતી.  આ પહેલીવાર છે જ્યારે બજેટ મહિલા નાણામંત્રી દ્વારા રજુ કરવામાં આવશે. પરંપરા અનુસાર દર વર્ષે બજેટ (Budget 2019) ના થોડા દિવસો પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે નાણા મંત્રાલયનાં તમામ વરિષ્ઠ અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા. આ સાથેજ પ્રિંટિંગ પ્રેસનાં તમામ કર્મચારીઓ સહિત નાણા મંત્રાલયનાં 100 અધિકારીઓને બજેટ રજુ થતા સુધી નજરકેદ કરી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવાર સાથે પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામીઓમે કર્યું ભવ્ય સ્વાગત
આવી રીતે હોય છે હલવા સેરેમની
હલવા સેરેમની બજેટ દસ્તાવેજોનું છાપકામની શરૂઆત પહેલા ઘણા લાંબા સમયથી મનાવવામાં આવે છે. આ રિવાજમાં એક મોટા પાત્રમાં હલવો તૈયાર કરવામાં આવે છે. આ હલવાનું મંત્રાલયનાં તમામ કર્મચારીઓને વિતરિત કરવામાં આવે છે. હલવો વહેંચાયા બાદ મંત્રાલયનાં મોટા ભાગના કર્મચારીઓને નજરકેદ કરી દેવામાં આવે છે. બજેટ રજુ કરવાથી માંડીને તેના પ્રિંટિંગ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ બજેટ રજુ ન થાય ત્યાં સુધી નજરકેદ રહે છે. 
પરિવારથી પણ દુર.


અમેરિકન તણાવ: ભારત હવે ઇરાનના એરસ્પેસનો ઉપયોગ નહી કરે


પ્રેમ કે એટ્રેક્શન નહી પરંતુ આ કરવા માટે 4 માંથી 1 યુવતી ડેટ પર જાય છે !
લોકસભામા નાણા મંત્રીના બજેટ રજુ કરવામાં આવે ત્યાં સુધી આ કર્મચારીઓ પોતાનાં પરિવારથી ફોન પર પણ સંપર્ક કરી શકતા નથી. હલવા સેરેમની બાદ મંત્રાલયના અતિવરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની પરવાનગી હોય છે. બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ નોર્થ બ્લોકમાં જ રહે છે. તેઓ બજેટનાં દિવસે નાણામંત્રીનું ભાષણ પુર્ણ થયા બાદ ઘરે જઇ શકે છે.