Budget 2020 Reactions: રાહુલ ગાંધીએ કહ્યું- બજેટના નામ પર માત્ર ભાષણ અને આંકડાની માયાજાળ
Union Budget 2020 Reactions: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગાર મળે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને શનિવારે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકાર 2.0ના આ બજેટ પર વિપક્ષે આકરા પ્રહારો કર્યાં છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, બજેટના નામ પર માત્ર ભાષણ હતું. કોઈ સેન્ટ્રલ થીમ નથી. અર્થવ્યવસ્થા સુધારવા માટે બજેટમાં કશું નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?
અખિલેશે કહ્યું- નાદાર સરકારનું નાદાર બજેટ
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, નાદાર સરકારનું નાદાર બજેટ છે. ભાજપ અર્થવ્યવસ્થાને લઈને નિષ્ફળ છે. યૂપીમાં ભાજપની સરકાર છે, પરંતુ રોકાણ લાવવાના નામ પર કંઇ નથી. રોજગાર કેમ ઉભો થશે, મોદી સરકાર બેરોજગાદી કેમ દૂર કરશે? આ બજેટ આંકડાની માયાજાળ છે જેથી અન્ય મુદ્દાથી ધ્યાન ભટકાવી શકાય.
બજેટ 2020માં જાહેરાતઃ 'આધાર'ના આધારે તાત્કાલિક મળશે PAN નંબર, નહીં ભરવું પડે ફોર્મ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બજેટને લઈને ભાજપ પર પ્રહાર કર્યાં છે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીને બજેટથી ઘણી આશા હતી. પરંતુ એકવાર દિલ્હીવાળાની સાથે દતક જેવો વ્યવહાર થયો. તેવામાં દિલ્હી ભાજપને કેમ મત આપે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube