નાણામંત્રી જ નહીં, આ ત્રણ પ્રધાનમંત્રી પણ રજૂ કરી ચૂક્યા છે બજેટ! અતિતમાં ડોકિયું કરી, જાણો બજેટની રોચક કહાની
ભારતીય ઈતિહાસમાં ત્રણ પ્રધાનમંત્રીએ પણ રજૂ કર્યુ હતુ બજેટ: 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણના કારણે બજેટ ડિજિટલ રૂપે રજૂ કરાશે. સામાન્ય રીતે દેશનો સંપૂર્ણ નાણાકીય હિસાબ રજૂ કરવાની કે બજેટ રજૂ કરવાની જવાબદારી નાણામંત્રીની હોય છે, પરંતુ ભારતના ઈતિહાસમાં એવા ત્રણ પ્રસંગો બન્યા છે જ્યારે પ્રધાનમંત્રીએ બજેટ રજૂ કરવું પડ્યું હોય. આવો જાણીએ આ પ્રધાનમંત્રીઓ વિશે અને તેમના બજેટ રજૂ કરવાના કારણો વિશે.
નવી દિલ્લીઃ ભારતીય ઈતિહાસમાં ત્રણ પ્રધાનમંત્રીએ પણ રજૂ કર્યુ હતુ બજેટ: 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણના કારણે બજેટ ડિજિટલ રૂપે રજૂ કરાશે. સામાન્ય રીતે દેશનો સંપૂર્ણ નાણાકીય હિસાબ રજૂ કરવાની કે બજેટ રજૂ કરવાની જવાબદારી નાણામંત્રીની હોય છે, પરંતુ ભારતના ઈતિહાસમાં એવા ત્રણ પ્રસંગો બન્યા છે જ્યારે પ્રધાનમંત્રીએ બજેટ રજૂ કરવું પડ્યું હોય. આવો જાણીએ આ પ્રધાનમંત્રીઓ વિશે અને તેમના બજેટ રજૂ કરવાના કારણો વિશે.
વિસ્તાર- દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2022નું બજેટ જનતા સમક્ષ રજૂ કરશે. પૂર્ણકાલિન મહિલા નાણામંત્રી તરીકે સીતારમણનું આ ચોથું બજેટ હશે. આ વખતે કોરોનાનાં કારણે ડિજિટલ બજેટ રજૂ કરાશે. સામાન્ય રીતે દેશના નાણાકીય સ્વાસ્થ્યનો સંપૂર્ણ હિસાબ રજૂ કરવાની કે બજેટ રજૂ કરવાની જવાબદારી નાણામંત્રીની હોય છે, પરંતુ ભારતના ઈતિહાસમાં એવા ત્રણ પ્રસંગો બન્યા છે જ્યારે પ્રધાનમંત્રીએ બજેટ રજૂ કરવું પડ્યું હોય. આવો જાણીએ આ પ્રધાનમંત્રીઓ વિશે અને તેમના બજેટ રજૂ કરવાના કારણો વિશે. જવાહરલાલ નેહરુનું બજેટ- ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પ્રધાનમંત્રી રહેવા ઉપરાંત બે વખત દેશના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે 24 જુલાઈ 1956થી 30 ઓગસ્ટ 1956 સુધી પ્રથમ વખત નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પછી, 13 ફેબ્રુઆરી, 1958થી 13 માર્ચ, 1958 સુધી, નેહરુ બીજી વખત માત્ર 29 દિવસ માટે નાણામંત્રી રહ્યા. આ દરમિયાન તેમણે દેશનું સામાન્ય બજેટ પણ રજૂ કર્યું હતુ. આમ પહેલીવાર બન્યુ, જ્યારે ભારતના પ્રધાનમંત્રીએ બજેટ રજૂ કર્યુ હતું. હકીકતમાં, ટીટી કૃષ્ણમચારી નહેરુ સરકારમાં નાણામંત્રી હતા. મુન્દ્રા કૌભાંડના કારણે તેમને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ કારણે નેહરુએ સંસદમાં બજેટ રજૂ કર્યુ હતું. ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું- ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પછી ઈન્દિરા ગાંધી દેશના બીજા પ્રધાનમંત્રી હતા, જેમણે બજેટ રજૂ કર્યું હતું. હકીકતમાં ઈન્દિરા સરકારમાં નાણામંત્રી મોરારજી દેસાઈના રાજીનામા બાદ તેમણે નાણામંત્રીનું પદ સંભાળ્યું હતું. ઈન્દિરા ગાંધીએ નાણાંકીય વર્ષ 1970-71નું બજેટ રજૂ કર્યું હતું. રાજીવ ગાંધીને પણ તક મળી- ખાસ વાત એ છે કે ભારતમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરનારા ત્રણેય પ્રધાનમંત્રી ગાંધી-નેહરુ પરિવારમાંથી હતા. તત્કાલિન નાણામંત્રી વીપી સિંહ સરકારમાંથી બહાર થયા બાદ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પણ પ્રધાનમંત્રી હોવાની સાથે નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. રાજીવ ગાંધીએ નાણાંકીય વર્ષ 1987-88 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.