PM Narendra Modi on Budget Session: : સંસદનું બજેટ સત્ર(Budget Session 2023) આજથી શરૂ થઈ રહ્યું છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના(Droupadi Murmu)સંબોધન પછી, નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આર્થિક સર્વે (Economic Survey) રજૂ કરી દીધો છે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ વખતનું બજેટ (Budget 2023) કેવું રહેશે અને કહ્યું કે આ વખતનું બજેટ આશાનું કિરણ લઈને આવી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પહેલીવાર સંયુક્ત ગૃહને સંબોધન કરવા જઈ રહ્યા છે અને આ ભારતનું ગૌરવ છે, સંસદીય પરંપરાનું ગૌરવ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કેવું રહેશે આ વખતે બજેટ?
સંસદના બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહ્યું, 'આજે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને અર્થતંત્રની દુનિયામાંથી વિશ્વસનીય અવાજો સકારાત્મક સંદેશ, આશા અને ઉત્સાહનું કિરણ લઈને આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, 'દુનિયાની નજર ભારતના બજેટ પર છે અને તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને આ બજેટ નવી રોશની આપશે.'


સંસદમાં રાષ્ટ્રપતિનું પહેલું અભિભાષણ, જાણી લો સરકારની 10 મોટી બાબતો


નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું આર્થિક સર્વેક્ષણ, 6.5 ટકા વિકાસ દર રહેશે


PM નરેન્દ્ર મોદીએ  (Narendra Modi) કહ્યું, 'નાણામંત્રી નિર્મલા સીતારમણ  (Nirmala Sitharaman)આવતીકાલે (1 ફેબ્રુઆરી) બજેટ લાવી રહ્યા છે. આ બજેટ પર માત્ર ભારત જ નહીં દુનિયાનું ધ્યાન છે. ભારતનું આ બજેટ વિશ્વની અસ્થિર અર્થવ્યવસ્થા પર પણ પ્રકાશ ફેંકશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, 'મને આશા છે કે નિર્મલા જી તમામ અપેક્ષાઓ પર ખરા ઉતરશે. બીજેપીના નેતૃત્વમાં NDAનું એકમાત્ર ધ્યેય ઇન્ડિયા ફર્સ્ટ, સિટિઝન ફર્સ્ટ રહ્યું છે.


બ્લોક બસ્ટર હશે મોદી સરકારનું બજેટ, કેન્દ્ર સરકાર આ સેક્ટર પર કરશે મોટી જાહેરાત


બજેટ બાદ શું-શું થશે સસ્તું-મોંઘુ? 35 વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી, યાદીમાં આ વસ્તુઓ


PM મોદીને વિરોધ પક્ષો પાસેથી અપેક્ષા
મીડિયાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વિપક્ષી દળોને સંસદના બજેટ સત્રમાં ભાગ લેવા અને ચર્ચા કરવાની અપીલ કરી. તેમણે કહ્યું, 'બજેટ સત્રમાં ઝઘડો થશે અને દલીલો પણ થશે. ગૃહમાં દરેક મુદ્દા પર ખૂબ જ સારી ચર્ચા થશે. મને ખાતરી છે કે વિપક્ષના તમામ મિત્રો ખૂબ જ ઝીણવટથી અભ્યાસ કર્યા બાદ પોતાની વાત ગૃહમાં રાખશે. આ સત્રમાં તમામ સાંસદો સંપૂર્ણ તૈયારી સાથે ભાગ લેશે. આ સત્ર આપણા બધા માટે મહત્વપૂર્ણ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube