વર્તમાન મોદી સરકારના અંતિમ (વચગાળાના) બજેટમાં આવકવેરા અને ઈનડાયરેક્ટ ટેક્સના મોરચેકોઈ રાહત અપાઈ નથી પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે એક એવી જાહેરાત કરી જેનાથી લગભગ એક કરોડ આવકવેરા કરદાતાઓ રાહતના શ્વાસ લઈ શકે છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં બાકી ટેક્સ અંગે નોટિસોને પહોંચવાની દિશામાં એક મોટું પગલું ભરવાની જાહેરાત કરી છે. 1962થી 2010 સુધીના 25 હજાર રૂપિયા સુધીના તથા વર્ષ 2011 થી 2015 સુધીના 10 હજાર રૂપિયાના બાકી ટેક્સ ડિમાન્ડને માફ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને મળી રાહત
જો કોઈને 1962થી લઈને નાણાકીય વર્ષ 2009-10 દરમિયાન 25 હજાર રૂપિયા સુધીના ડાયરેક્ટ ટેક્સ બાકીની નોટિસ મોકલવામાં આવી હોય તો આ કેસ પાછા ખેંચવામાં આવશે. એ જ રીતે નાણાકીય વર્ષ 2010-11થી 2014-15 વચ્ચે બાકી ડાયરેક્ટ ટેક્સની નોટિસ સંલગ્ન 10 હજાર રૂપિયા સુધીના કેસોને પણ પાછા લેવાનો નિર્ણય લેવાયો છે. નિર્મલા સીતારમણે કહ્યું કે આ પગલાંથી લગભગ એક કરોડ ટેક્સપેયર્સને ફાયદો થશે. તેમણે  કહ્યું કે સરકાર નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગ વધારવા અંગે પ્રતિબદ્ધ છે અને અમારું આ પગલું આ દિશામાં વધુ એક ડગલું છે. 


શું મળશે?
એક સરકારી અધિકારીના જણાવ્યાં મુજબ  તેનો હેતુ ટેક્સ વિવાદ સંલગ્ન નાના નાના કેસોની પતાવટ કરવાનો છે જેથી કરીને ટેક્સ ડિપાર્ટમેન્ટ્સ પોતાની એનર્જીનો ઉપયોગ આવક વધારવા માટે કરી શકે. તેમણે કહ્યું કે  તેનાથી બે કામ થશે. એક તો નાના કરદાતાને માનસિક શાંતિ મળશે અને વિભાગ વધુ જરૂરી કામો પર ફોકસ કરી શકશે. નિર્મલા સીતારમણે કહ્યું કે જૂના વિવાદોના સમાધાનની જાહેરાતથી ટેક્સ રિફંડની પ્રક્રિયા સરળ બનશે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં અનેક નાની મોટી, નોન વેરિફાઈડ, નોન એડજસ્ટેડ કે વિવાદિત ટેક્સ ડિમાન્ડ્સ વહી ખાતામાં પેન્ડિંગ છે. તેમાંથી અનેક ડિમાન્ડ્સ તો વર્ષ 1962 સુધીની છે. જેના કારણે ઈમાનદાર કરદાતાઓને પરેશાની થાય છે અને રિફંડ આપવાની પ્રક્રિયામાં વિધ્ન આવે છે. 


સરકારની પ્રાથમિકતા
સીતારમણે પોતાના બજેટમાં કહ્યું કે ચાર પ્રમુખ જાતિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. જે ગરીબ, મહિલાઓ, યુવા અને અન્નદાતા છે. તેમણે કહ્યું કે તેમની જરૂરિયાતો, આકાંક્ષાઓ અને કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દેશ ત્યારે જ પ્રગતિ કરે જ્યારે આ લોકો પ્રગતિ કરે છે. આ ચારેયને જિંદગી સારી બનાવવાના પ્રયત્નોમાં સરકારનું સમર્થન જોઈએ અને મળે છે. તેમના સશક્તિકરણ અને ભલાઈથી દેશ આગળ વધશે. તેમણે કહ્યું કે પહેલા સામાજિક ન્યાય મોટાભાગે રાજનીતિક નારો હતો, પરંતુ આ સરકાર માટે સામાજિક ન્યાય શાસન અને પ્રભાવી તથા જરૂરી મોડલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube