Budget Session 2020 LIVE: સંસદ પહોંચ્યા પીએમ મોદી કહ્યું- આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા ગયા છે. સંસદ જતાં પહેલાં મીડિયાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે `આ સત્ર આ દાયકાનું પહેલું સત્ર છે. આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે. આ સત્રમાં આર્થિક વિષયો પર ચર્ચા કેન્દ્રીત થાય. તેમણે કહ્યું કે અમારી સરકારની ઓળખ દલિત, પછાત, વંચિત અને મહિલાઓને સશક્ત કરવા માટે રહી છે.