વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ બને છે. આ વખતે આ યોગ 16 નવેમ્બર 2022ના રોજ બની રહ્યો છે. જ્યારે પણ કોઈ બે ગ્રહ મળે છે તો તેને યુતિ કહે છે. તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડે છે. આવામાં બુધાદિત્ય યોગની અસર પણ તમામ રાશિઓ પર પડશે. આવામાં આવો જાણીએ કે આ યોગનો શુભ પ્રભાવ કઈ કઈ રાશિઓ પર પડી રહ્યો છે અને તેમને કયા પ્રકારનો ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
બુધાદિત્ય યોગના પ્રભાવથી મેષ રાશિના જાતકોને ફાયદો  થશે. તેમનું કોઈ મહત્વનું કાર્ય પૂરું થશે. માનસિક તાણથી રાહત મળશે. સંપત્તિથી મોટો ફાયદો થઈ શકે છે. નોકરીયાતો માટે પણ 16 નવેમ્બરથી સમય સારો રહેશે. ઘરમાં સકારાત્મક માહોલ રહેશે. કોઈને ઉધાર પૈસા આપ્યા હશે તો તે પાછા મળી શકે છે. 


મિથુન
મિથુન રાશિના જાતકોના લોકોના સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનના યોગ બનશે. ઓફિસમાં અધિકારીઓ સાથે સંબંધ મધુર બનશે. જેનો ફાયદો આવનારા સમયમાં મળશે. ઘરમાં અનેક માંગલિક કાર્યો થઈ શકે છે. 


કન્યા
બુધાદિત્ય યોગથી કન્યા રાશિના જાતકોને ખાસ ફાયદો થશે. મોટા ભાઈનો સહયોગ પ્રાપ્ત થશે. સકારાત્મક ઉર્જાનો સંચાર થવાથી લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવશે. આ રાશિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. પ્રમોશનની શક્યતા છે. 


સિંહ
સૂર્ય અને બુધની યુતિથી સિંહ રાશિના જાતકોને લાભ થશે. ભૌતિક સુખ-સાધનોમાં વધારો થશે. જમીન, મકાન કે વાહન ખરીદવાની સંભાવના વધી જશે. પરિવાર સાથે સમય વિતાવી શકશો. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. 


વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને બુધાદિત્ય યોગ શુભ ફળ આપશે. વેપાર અને નોકરીના ક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જેનાથી અનેક પ્રકારની સુખ સુવિધાઓ સંલગ્ન વસ્તુઓની ખરીદી કરી શકો છો. વેપારીઓ માટે પણ આ યોગ ફળદાયી સાબિત થશે. 


ધનુ
બુધાદિત્ય યોગથી ધનુ રાશઇના જાતકોને ખુબ ધનલાભ થશે. નોકરીની શોધ કરી રહેલા લોકોના સપના પૂરા થઈ શકે છે. વેપારીઓ માટે અનુકૂળ સમય છે. આ સમયે કોઈ નવો બિઝનેસ શરૂ કરશો તો ફાયદો મળશે. સામાજિક કાર્યોમાં આગળ વધીને ભાગ લેશો. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube