નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પશુપાલકે પોતાની ભેંસ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પશુપાલકે જણાવ્યું કે તેની ભેંસ છેલ્લા 2-3 દિવસથી દૂધ નથી આપતી. જેને કારણે તે પરેશાન થઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પશુપાલકે પોલીસ અધિકારીઓને સમગ્ર માહિતી આપ્યાની 4 કલાક બાદ પોતાની ભેંસ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસ પાસે મદદ માગી. પોલીસ ઉપાધ્યક્ષ અરવિંદ શાહે જણાવ્યું કે છોટેલાલ યાદવ નામના પશુપાલકે નયાગાંવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ભેંસ છેલ્લા કેટલાક દિવસથી દૂધ નથી આપી રહી. તેમણે કહ્યું કે ફરિયાદી છોટેલાલ યાદવ મુજબ કેટલાક ગ્રામીણોએ તેને કહ્યું હતું કે ભેંસ કોઈ જાદૂના પ્રભાવમાં છે અને તે જ કારણે દૂધ નથી આપી રહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




પોલીસ દૂધ દોવામાં કરે મદદ: ફરિયાદી-
ફરિયાદી છોટેલાલે પોલીસ પ્રભારી હરજેન્દ્ર સિંહ ચૌહાણને કહ્યું કે, ''સાહેબ મારી ભેંસ મને દૂધ દોવા નથી આપતી. મારી ભેંસ પહેલા દરરોજ 5-6 લીટર દૂધ આપતી. જો કે છેલ્લા 2-3 દિવસથી તે દૂધ નથી આપતી. એટલા માટે મારી ઈચ્છા છે કે પોલીસ આ મામલે મારી મદદ કરે. પોલીસ મારી મદદ કરશે તો હું સદૈવ તેમનો આભારી રહીશ.''


પોલીસે આ રીતે કાઢ્યું સમાધાન-
અરવિંદ શાહે કહ્યું, ''મે પોલીસ પ્રભારીને કોઈ પશુ ચિકિત્સકની સલાહ પશુપાલકને અપાવવા કહ્યું છે. પશુ ચિકિત્સકે પોલીસ અધિકારી સાથે ચર્ચા કરી અને કેટલીક ટિપ્સ આપી. આજ ટિપ્સ પોલીસે ફરિયાદીને આપી અને આ આખરે ભેંસે પશુપાલકને દૂધ આપ્યું.


'પશુઓને લઈ હોસ્પિટલ જાઉ, પોલીસ સ્ટેશન નહીં'-
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી ફરી આગલા દિવસે પોલીસ સ્ટેશન આવ્યો અને પોલીસનો આભાર માન્યો. આ ઘટના બાદ પોલીસે ફરિયાદીને કહ્યું કે પશુ સંબંધિત બીમારી અથવા અન્ય કોઈ પરેશાનીને લઈ પશુ હોસ્પિટલના સ્ટાફ સાથે સંપર્ક કરવો જોઈએ, પોલીસ સાથે નહીં.