ગાઝિયાબાદઃ ગ્રેટર નોઇડાના શાહબેરીમાં થયેલી દુર્ઘટનાને લોકો હજુ ભૂલ્યા નથી તો ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં એક પાંચ માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થી. જાણકારી પ્રમાણે ગાઝિયાબાદના ડાસના ફ્લાયઓવરની પાસે આ દુર્ઘટના થઈ. આ ઘટનામાં ધણા લોકો દબાયાની આશંકા છે. સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દુર્ઘટના કેમ સર્જાય તેનો ખુલાસો હજુ થયો નથી. હાલ મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં 8 થી 10 મજૂદો દટાયાની આશંકા છે. પાંચ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ બિલ્ડિંગનું નિર્માણ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હતું. નિયમોને નેવે મૂકીને એક માળમાં ઘણા ફ્લોર બનાવવામાં આવી રહ્યાં હતા. 


સૂત્રો પ્રમાણે બિલ્ડર વિરુદ્ધ ગેરકાયદે નિર્માણને લઈને પૂર્વમાં પણ ફરિયાદ કરાવવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ બિલ્ડર વિરુદ્ધ પૂર્વ એસએસપી હરિ નારાયણ સિંહે તપાસના આદેશ પણ આપ્યા હતા. પરંતુ આરોપી બિલ્ડર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. પોલીસે જણાવ્યું કે, આરોપી ગૌણ હોમ્સમાં પોતાના પરિવારની સાથે રહે છે, પરંતુ આ ઘટના બાદ તે પરિવારની સાથે ફરાર છે.