લખનઉ: સોશિય મીડિયામાં વાયરલ થઇ રહેલો એક કથિત વીડિયોમાં બુલંદશહેર હિંસાના મામલે આરોપી યોગેશ રાજએ પોતાને નિર્દોશ બતાવીને દાવો કર્યો છે, કે જે સમયે ત્યાં ગોળીબાર ચાલી રહ્યો હતો, તે સમયે તેના સાથીઓ સાથે સ્યાના પોલીસ સ્ટેશનમાં ગૌહત્યાની ઘટનાની ફરિયાદ કરવા માટે ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાને બુલંદશહેર બજરંગ દળ જિલ્લાનો સંયોજક બતાવી રહેલો યોગેશે તેનો કથિત વીડિયોમાં દાવો કર્યો છે, કે ગાળીબારની ઘટનાથી તેને કોઇ પણ લેવાદેવા નથી, અને તે નિર્દોશ છે.


વીડિયોમાં યોગેશ શું છે દાવો?
યોગેશે વીડિયોમાં કહ્યું છે, કે ‘સોમવારે મહાવ ગામમાં ગૌહત્યા થવાની સૂચના મળતા હું મારા સાથીઓ સાથે ત્યાં પહોચ્યોં હતો. તે સમયે વહીવટીતંત્રના લોકો પણ તે સ્થળ પર પહોંચ્યા હતા. મામલો થાળે પાડીને અમે લોકો સ્યાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવા માટે ગયા હતા.’


વધુમાં વાંચો...બુલંદશહેર હિંસા એક મોટું ષડયંત્ર, ગૌમાંસ ત્યાં કેવી રીતે પહોંચ્યું: યુપી DGP


કથિત વીડિયોમાં યોગેશ દાવો કરી રહ્યો છે, કે જ્યારે તે ફરિયાદ કરવાની રહ્યો હતો, તે સમયે તેમને પથ્થર મારો અને ગોળીબાર થવાના સમાચાર મળ્યા હતા.પોલીસ સ્ટેશનમાં જ જાણ થઇ હતી કે ગોળીબારમાં એક યુવક અને એક પોલીસકર્મીનું મોત થયું છે.’ યોગેશે તેના કથીત વીડિયોમાં દાવો કર્યો છે, કે ગોળીબાર થયો તે સમયે તે સ્થળ પર હાજર ન હતો. 


પશુઓના હાડપીંજર મળ્યા બાદ વધારે હિંસા થઇ હતી. 
મહત્વનું છે,કે સોમવારે સ્યાના પોલીસ સ્ટેશનના વિસ્તારના ચિંગરાવઠીની પાસે મહાવ ગામની બહાર જંગલમાં પશુઓના હાડપીંજર મળવાથી હિંસ શરૂ થઇ હતી. જેમાં ગોળી વાગવાને કારણે 20 વર્ષના યુવક સુમિત કુમારું મોત થયું છે. હિંસામાં એક પોલીસ અધિકારી સુબોધ કુમારનું પણ મોત થયું છે. બજરંગ દળના યોગેશ રાજની ફરિયાદ પર સોમવારે એફઆઇઆર દાખલ કરી હતી. 


(ઇનપુટ-ભાષા)