Bulldozer Action in UP: બુલડોઝર કાર્યવાહી રોકે યોગી સરકાર, જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમમાં કરી અરજી
Demolition Exercise: ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલ બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા એ હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કોર્ટ પાસે માંગ કરી કે તે યુપી સરકારને કાર્યવાહી રોકવાનો નિર્દેશ આપે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વગર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે બુલડોઝર એક્શન માટે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ જમીયતે કરી છે.
જમીતય ઉલેમા એ હિંદના લીગલ સેલ સચિવ ગુલઝાર અહમદ આઝમીની સહીથી દાખલ અરજીમાં જણાવવામાં આવ્યું કે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં 3 જૂને કાનપુરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પ્રદર્શન કર્યુ હતું. તેમનું હિન્દુ સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ બંને સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. પરંતુ તંત્રએ એક તરફી કાર્યવાહી કરી છે. એક વર્ગ સાથે જોડાયેલા લોકોના મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યાં છે.
ઈરાદાપૂર્વક એક પક્ષને નિશાન બનાવવામાં આવ્યા
જમીયતે અરજીમાં કહ્યું કે બુલડોઝર એક્શન પહેલા રાજ્યના મુખ્યમંત્રી, એડીજી અને કાનપુરના પોલીસ કમિશનરે તેને લઈને નિવેદન આપ્યા. તેનાથી સ્પષ્ટ છે કે ઇરાદાપૂર્વક એક પક્ષને નિશાન બનાવવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઉત્તર પ્રદેશ (રેગ્યુલેશન ઓફ બિલ્ડિંગ ઓપરેશન્સ) એક્ટ 1958ની કલમ 10 અને ઉત્તર પ્રદેશ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ, 1973ની કલમ 27નું ઉલ્લંઘન છે. આ કાયદામાં કોઈ નિર્માણ પર કાર્યવહી પહેલા માલિકને 15દિવસની નોટિસ આપવા અને સંપત્તિના માલિકને કાર્યવાહી અટકાવવા માટે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવાની જોગવાઈ છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં તેનું પાલન થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ National Herald Case: હજુ તો માત્ર પૂછપરછ થઈ, ધરપકડ બાકી છેઃ સુબ્રમણ્યમ સ્વામી
અરજીમાં કહેવામાં આવી રહ્યું છે કે દેશભરમાં ચાલી રહેલ બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ મામલો સુપ્રીમ કોર્ટમાં પહેલાથી પેન્ડિંગ છે. કોર્ટે દિલ્હીના જહાંગીરપુરીમાં આ પ્રકારની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે કોર્ટ યુપી સરકારને નિર્દેશ આપે કે તે યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર નિર્માણ ધરાશાયી ન કરે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube