લખનઉ/કોલકત્તાઃ પયગંબર પર નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળ્યા છે. સ્થાનીક તંત્ર અસામાજિક તત્વોને કાબુમાં લેવા માટે સતત કાર્યવાહી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં 55 લોકોની ધરપકડ થઈ તો સહારનપુર અને કાનપુરમાં આરોપીઓના ઘરે બુલડોઝર પણ ચાલ્યું છે. તો પશ્ચિમ બંગાળમાં હિંસામાં સામેલ 70 લોકોની ધરપકડનો દાવો કરવામાં આવ્યો છે. અહીં હિંસા પ્રભાવિત વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તો હાવડા અને મુર્શિદાબાદના કેટલાક વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજીતરફ ઝારખંડના હિંસા પ્રભાવિત વિસ્તારમાં પણ કલમ 144 પ્રભાવી કરવામાં આવી છે. રાજધાની રાંચીમાં વધારાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને રવિવારે સવાર સુધી ઈન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશ પોલીસની મોટી કાર્યવાહી
ઉત્તર પ્રદેશમાં જુમાની નમાઝ બાદ શુક્રવારે પ્રદેશમાં થયેલી હિંસામાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. પ્રયાગરાજ, હાથરસ, સહારનપુર સહિત ઘણા જિલ્લામાં અત્યાર સુધી 155 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો સહારનપુરમાં તોફાની તત્વોના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. કાનપુરમાં હયાત ઝફરના સંબંધીના ઘરે બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. યુપીના એડીજી પ્રશાંત કુમારે કહ્યુ કે, આ સંબંધમાં 255 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ફિરોઝાબાદમાં 13, આંબેડકર નગરમાં 28, મુરાદાબાદમાં 27, સહારનપુરમાં 64, પ્રયાગરાજમાં 68, હાથરસમાં 50, અલીગઢમાં 3 અને જાલૌનમાં 2 લોકોની ધરપકડ થઈ છે. 


આ પણ વાંચોઃ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ પર કોંગ્રેસની કાર્યવાહી, પાર્ટીના તમામ પદેથી હટાવવામાં આવ્યા


મુખ્યમંત્રીએ આપ્યા નિર્દેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે અધિકારીઓને નિર્દેશ આપતા કહ્યુ, પ્રદેશના વિવિધ શહેરમાં માહોલ બગાડનાર અરાજક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે, અસમાજિક તત્વોનું સમાજમાં કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે નિર્દોષ લોકોને પરેશાન કરવામાં આવે નહીં, પરંતુ કોઈ દોષી બચવો જોઈએ નથી. મહત્વનું છે કે નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ યુપીના ઘણા જિલ્લામાં હિંસા જોવા મળી છે. 


લખનઉમાં ઉત્તર પ્રદેશ પોલીસ મુખ્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સહારનપુર, મુરાદાબાદ, રામપુર અને લખનઉ જિલ્લામાં નમાઝ બાદ નારેબાજીની સૂચના મળી હતી. પોલીસ પ્રમાણે લખનઉના ચોક વિસ્તાર સ્થિત ટીલેવાલી મસ્જિદની અંદર પણ નારેબાજી થઈ હતી. પોલીસે કહ્યું કે નહેરૂ બજાર વિસ્તારમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જ્યારે દેવબંધમાં પણ નમાઝ બાદ મદરેસાના કેટલાક વિદ્યાર્થીઓએ પોસ્ટર-બેનર લઈને નારેબાજી કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube