હવે દોડશે બુલેટ ટ્રેન : મોદીના ડ્રીમ પ્રોજેક્ટને 100% જમીન મળી, જાણો ક્યારે પૂર્ણ થશે કામ
Bullet Train In Gujarat: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે `X` પર જમીન સંપાદન વિશે માહિતી શેર કરતી વખતે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે જરૂરી 1389.49 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે.
Mumbai–Ahmedabad High-Speed Rail Corridor: ગુજરાત માટે સૌથી મોટી ખુશખબર છે કે હવે 100 ટકા બુલેટ ટ્રેન દોડશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ને દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 ટકા જમીન મળી ગઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લગભગ 1.25 ટકા જમીન સંપાદિત કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 120.4 કિમીના ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે અને 271 કિમી પિઅર કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
એકદમ ચમત્કારી છે આ દેવીનું મંદિર, અહીં દર્શન માત્રથી મળી જાય છે મનપસંદ જીવનસાથી!
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સોમવારે જણાવ્યું હતું કે તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ કરી લીધું છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોરને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 'X' પર જમીન સંપાદન વિશે માહિતી શેર કરતી વખતે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે જરૂરી 1389.49 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે.
ઘઉં-બાજરી છોડો કરો આની ખેતી, કરો રોજની 20-30 હજાર રૂપિયાની કમાણી, સરકાર આપશે સબસિડી
એક આઇડીયાએ બદલી દીધી પટેલની જીંદગી, સ્ત્રીની પગની પાની જોઇ સ્થાપી 100 કરોડની કંપની
271 કિમી થાંભલાઓ, 120.4 કિમી ગર્ડર નાખ્યા
NHSRCLએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટેના તમામ કોન્ટ્રાક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રને આપવામાં આવ્યા હતા જ્યારે 120.4 કિમીના ગર્ડર નાખવામાં આવ્યા છે અને 271 કિમીના થાંભલાઓ લગાવવામાં આવ્યા છે. MHRC કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરત અને આણંદમાં શરૂ થયું છે. ભારતમાં પહેલીવાર જે-સ્લેબ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Lunar Eclipse: આ દિવસે લાગશે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, આ રાશિવાળાનું જાગી જશે ભાગ્ય
સૈનિક સ્કૂલમાં સિવિલિયનના બાળકો લઇ શકે એડમિશન? જાણો એડમિશનને લગતી તમામ માહિતી
70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજન ધરાવતો પ્રથમ સ્ટીલ બ્રિજ તૈયાર
NHSRCL એ જણાવ્યું કે માત્ર 10 મહિનામાં ગુજરાતના વલસાડ જિલ્લાના જરોલી ગામ પાસે 12.6 મીટર વ્યાસ અને 350 મીટર લંબાઈની પ્રથમ 'પર્વત ટનલ'નું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાતના સુરત જિલ્લામાં નેશનલ હાઈવે પર 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજન ધરાવતો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમજ આવા 28 માંથી 16 પુલનું બાંધકામ વિવિધ તબક્કામાં છે.
કરી લો રૂપિયાનો બંદોબસ્ત, આવી ગયો કમાણીનો ટાઇમ, આ અઠવાડિયામાં ખુલશે 4 IPO
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ખરીદવાનું ચૂકતા નહી, જાણો લો ભાવ
છ નદીઓ પર પુલ બનાવવાનું કામ પૂર્ણ
MAHSR કોરિડોર પરની 24 નદીઓમાંથી છ નદીઓ પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે, જેમાં પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંધોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો) અને વેંગનિયા (વલસાડ જિલ્લો)નો સમાવેશ થાય છે. નવસારી જિલ્લો). હાલમાં નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી નદીઓ પર કામ ચાલી રહ્યું છે.
લાખો ખર્ચીને પણ હવે માલદીવ્સમાં મજા નથી, એકદમ સસ્તામાં લક્ષદ્વીપ મારો લટાર, આટલો જ થશે ખર્ચ
Lakshadweep Tourism: લક્ષદ્વીપ જાવ તો આ 5 ડેસ્ટિનેશન્સ કરશો નહી મિસ,યાદગાર રહેશે ટૂર
ગુજરાતમાં સ્ટેશનો પણ મહારાષ્ટ્રમાં અન્ડર સી રેલ ટનલ
ભારતની પ્રથમ સાત કિલોમીટર લાંબી અન્ડરસી રેલ ટનલ પર કામ શરૂ થઈ ગયું છે. આ ટનલ મહારાષ્ટ્રના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચેની 21 કિલોમીટર લાંબી ટનલનો એક ભાગ છે અને મુંબઈ એચએસઆર સ્ટેશનના નિર્માણ માટે ખોદકામનું કામ પણ શરૂ થઈ ગયું છે. NHSRCLએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી ખાતેના HSR સ્ટેશનો બાંધકામના વિવિધ તબક્કામાં છે.
સબજીને વધુ ટેસ્ટી બનાવવી હોય તો જીરાને બદલે આ 3 વસ્તુઓનો લગાવો તકડો
Sarkari Naukri: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નિકળી મોટી ભરતી, પગાર 1 લાખ 42 હજાર
બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થશે?
રૂ. 1.10 લાખ કરોડનો પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી પરંતુ જમીન સંપાદન સંબંધિત અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. સરકાર 2026 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે.