PM Modi Dream Project: બુલેટ ટ્રેન એ ગુજરાતમાં મોદીનું સપનું છે. ટ્રેન મોડી પડી હોવા છતાં સરકાર કોઈ પણ સંજોગોમાં આ કામગીરી પૂર્ણ કરવા માગે છે. બુલેટ ટ્રેન માટે સૌથી મોટી સમસ્યા એ જમીન સંપાદનની છે. મહારાષ્ટ્રમાં આ માટે મુશ્કેલીઓ આવી રહી છે. હવે સરકાર બદલાતાં ભાજપને આશા છે કે આ કામગીરી સ્પીડ પકડશે. અમદાવાદ મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સડસડાટ આગળ વધી રહ્યો છે. બે ફાયનાન્સીયલ હબ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું ૫૦૮ કિલોમીટરનું અંતર કાપવા હાઇ સ્પીડ કોરીડોર તૈયાર થઇ રહ્યો છે. ૨૦૨૨ની ૩૧ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ૨૪.૭૩ ટકા જ્યારે મહારાષ્ટ્રમાં ૧૩.૩૭ ટકા કામ પુરૂં થયું છે. ૨૧.૪૪ કિલોમીટરના માર્ગ પર ગર્ડર ઉભા કરી દેવાયા છે. બે કલાક અને સાત મિનિટમાં બુલેટ ટ્રેન અંતર કાપશે જે સાબરમતી, અમદાવાદ,આણંદ,વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, ભાઇસર, વિરાર અને થાણે સ્ટેશન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2026ના વર્ષ સધી દેશની પહેલી બુલેટ ટ્રેન સેવા શરૂ થઈ જશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનો સિંહફાળો છે. તમારે એ પણ જાણવાની જરૂર છે કે જમીનથી ઉપર કેવી રીતે દોડશે છુકછુક ગાડી. સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં (Bullet Train Project) જોવા મળી રહી છે. સુરતમાં 48 કિલોમીટર 54 ફૂટ જમીનથી પર બુલેટ ટ્રેન દોડશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સુરત માટે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. 15 ઓગસ્ટ 2026થી સુરતથી બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. આ ટ્રેનનું 350 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રાયલ થશે. બુલેટ ટ્રેનનું ભાડુ પ્લેનના ઈકોનોમી ક્લાસ જેટલું જ રહેશે. 


વિમાન તૂટી પડ્યું તેની ગણતરીની પળો પહેલા યુવકનું ચાલુ હતું FB લાઈવ? Viral Video


તમારા પાપે બન્યા કંગાળ: ભાગલા સમયે ભારતે આટલી સંપત્તિમાં આપ્યો હતો ઉદાર હાથે હિસ્સો


WHO ની ચેતવણી, આ બે કફ સિરપ અસુરક્ષિત, ભૂલેચૂકે ઉપયોગ ન કરવો


બુલેટ ટ્રેન સવારના 6થી રાતના 12 વાગ્યા સુધીમાં પિક અવર્સ દરમિયાન દર 20 મિનિટે અને નોન પિક અવર્સ દરમિયાન દર 30 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે.  મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની લંબાઈ 508.5 કિલોમીટર રહેશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે.ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 352 કિલોમીટરના રૂટ પર 100 કિલોમીટરના વિસ્તારમાં બુલેટ ટ્રેન રૂટના બ્રિજના થાંભલા બનાવવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે, જેમાં મુખ્યત્વે ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં કામગીરી મોટા પાયે થઈ છે. બુલેટ ટ્રેન મોદી 2024 પહેલાં દોડાવવા માગતા હતા. હવે આ ટ્રેનનો ટ્રાયલ 2026માં યોજાશે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube