નવી દિલ્હી : મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાનાં ગામવાસીઓએ સરકારનાં મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તૈયારી તો દર્શાવી પરંતુ તળાવ, એમ્બ્યુલન્સ સેવા અને સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇડની માંગણી કરવા સાથે સાથે હોસ્પિટલની માંગ પણ કરી છે. આ અંગે અધિકારીઓએ માહિતી આપી છે. ગ્રામીણનાં વિરોધનો અંત કરવાની આશામાં આ યોજના લાગુ કરનારી કેન્દ્રીય એજન્સી નેશનલ હાઇસ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (NHRCL) પોતાની રણનીતિમાં પરિવર્તન કરતા વધારે શરતોનો સ્વિકાર કરવા માટે તૈયાર થઇ ચુક્યા છે. જેથી 2022 સુધીમાં બુલેટ ટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવી શકે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનએચઆરસીએલએ પોતાનાં વલણમાં પરિવર્તન કર્યું. 
જનસંપર્ક કાર્યક્રમો દ્વારા વધારે પ્રગતી નહી કરી શકવાની સ્થિતીમાં એનએચઆરસીએલએ પોતાનાં વલણમાં પરિવર્તન આણ્યું છે. હવે એનએચઆરસીએલ પ્રત્યેક જમીનદારની પાસે જઇને તેની માંગણી સાંભળવાની સાથે જ તેને યોગ્ય વળતર આપવાની વાત કરી રહ્યા છે. કોર્પોરેશને 23 ગામનો વિરોધ સહન કરવો પડી રહ્યો છે. NHRCLના પ્રવક્તા ધનંજયકુમારે જણાવ્યું કે, અમે અમારા વલણમાં પરિવર્તન આણ્યું છે. પહેલા ગ્રામ સભાઓ યોજીને તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા કે યોજના સારા કામ માટે છે. પરંતુ તે સફળ નહી થતા હવે અમે માત્ર જમીનદારો પાસે જ જઇશું અને ગામના સરપંચ પાસે જમીનની અવેજમાં તેઓ શું શું ઇચ્છે છે તે પણ લેખીતમાં લઇશું. 

પાલઘરમાંથી 110 કિલોમીટરનો ટ્રેક પસાર થાય છે. 
508 કિલોમીટર લાંબા ટ્રેનના રૂટમાં આશરે 110 કિલોમીટર પાલઘર જિલ્લામાંથી પસાર થાય છે. આ યોજના માટે 73 ગામની 300 હેક્ટર જમીનની જરૂર પડશે. જે આ માર્ગ પર થનારા આશરે 3 હજાર લોકોને પ્રભાવિત કરશે. પાલઘર જિલ્લાનાં આદિવાસી અને ફળ ઉત્પાદકો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. જો કે NHRCL હવે ધીરે ધીરે ગામનાં લોકોની કેટલીક માંગણીઓને લક્ષ્યાંક બનાવીને લોકોને પોતાના પક્ષમાં લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. જે પૈકી મોટા ભાગની માંગણીઓ તેમની અંગત નહી પરંતુ મુળભુત સુવિધાઓ સાથે જોડાયેલી છે. જજેમાં હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, રોડ, સ્ટ્રીટલાઇટ, ગટર વગેરે જેવી વસ્તુનો સમાવેશ થાય છે .