નવી દિલ્હી : બુરાડીમાં સામુહિક આત્મહત્યા બાદ આસપાસનાં લોકોમાં દહેશતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘટનાનાં 5 દિવસ બાદ પણ પાડોશનાં લોકોના મનમાં હજી પણ વિચિત્ર પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે. Zee Newsએ આ વાતની તપાસ કરી હતી. ઘણા લોકો હજી પણ દહેશતનાં માહોલમાં જીવી રહ્યા છે. પાડોશીઓનું કહેવું છે કે ન માત્ર બાળકો પરંતુ મોટાઓ પણ આ ઘટના બાદ ખુબ જ ડરેલા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુરાડીના સંતનગરની ગલી નંબર-2માં હજી પણ દહેશતનો માહોલ છે. ગલી નંબર 10માં રહેતી એક મહિલાએ જણાવ્યું કે, ડાયરીમાં લલિતા ભાટિયાએ લખ્યું છે કે તેઓ તથા તેમનો પરિવાર 11માં દિવસે પરત આવશે. એવામાં અમે ખુબ જ ડરેલા છે. ઉપરાંત ગલીનાં લોકોએ હવે સંયુક્ત નિર્ણય લીધો છે કે તેઓ પુજા-પાઠ, હવન અને ભગવત ગીતાનો પાઠ કરાવશે. કેટલાક લોકોએ એટલે સુધી કહ્યું કે, ભાટિયા ફેમિલીના આ મકાનને મંદિર બનાવી દેવામાં આવવું જોઇએ. 

પાડોશીઓનું પણ કહેવું છે કે આ ઘટના બાદ તેમનાં બાળકો યોગ્ય રીતે સુઇ નથી શકતા. બાળકો આખી આખી રાત ઉઠીને માત્ર એક જ વાતો કર્યા કરે છે કે, અંકલ ભૂત બનીને તો નહીઆવે ને. પાડોશીની એક મહિલાએ જણાવ્યું કે, અમે એટલા બધા ગભરાયેલા છીએ કે આવી એક બે ઘટનાઓ બનશે તો અહીથી ઘર બદલીને જતુ રહેવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાટિયા પરિવારબુરાડીના સંતનગરમાં છેલ્લા 23 વર્ષથી રહે છે. 

બુરાડી ઘટનામાં જે દુકાનથી 4 સ્ટુલ ખરીદ્યા હતા, તે દુકાનના સંચાલક સુનિલે જણાવ્યું કે શનિવારે રાત્રે આશરે 8 વાગ્યાથી 8.30 વાગ્યા વચ્ચે એક મહિલા અને એક બાળક આવ્યું હતું અને 700 રૂપિયામાં ચાર સ્ટુલ તેમની દુકાનથી ખરીદીને લઇ ગયા. દુકાનદારોએ જણાવ્યું કે, સીસીટીવીમાં જે મહિલાઓ દેખાઇ રહી છે કે તે મહિલા સ્ટૂલ ખરીદીને લઇ ગઇ હતી. દુકાનદાર અને દુકાન પર કામ કરનારા લોકોએ પણ સ્વિકાર્યું કે આ કેસ આત્મહત્યાનો છે. દિલ્હી પોલીસે જે સીસીટીવી ફુટેજ મળ્યા છે તેમાં ઘરની મહિલા સભ્ય સ્ટુલ ઘરમાં લઇ જતી દેખાઇ રહી છે. આ સ્ટૂલ આત્મહત્યામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.