બુરાડી કેસ: 6 મોબાઇલ ફોનની ડિટેલ દ્વારા ખુલશે 11 રહસ્યમય મોતોનું રહસ્ય!
અહીં, બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ ઘરમાંથી 11 લોકોની રહસ્યમય સામૂહિક આત્મહત્યાના મામલે દિલ્હી પોલીસ ઘણા પાસાઓની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી મળેલા બે રજિસ્ટરોના પાના અંધવિશ્વાસના લીધે મોક્ષ પ્રાપ્તિ માટે મોતને ગળે લગાવવાની વાત કહી રહ્યા છે, તો મૃતક પરિવારના સંબંધીઓ તેને હત્યાકાંડ ગણાવી રહ્યા છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઇ ચૂકી છે કે આ બધાના મોત ફાંસી લગાવવાના લીધે થઇ છે. કોઇપણ પ્રકારની બળજબરીના નિશાન નથી. ઘરનો સામાન વ્યવસ્થિત છે અને ક્યાંયથી પણ કોઇ વસ્તુ ગાયબ થવાના સંકેત મળ્યા નથી.
નવી દિલ્હી: અહીં, બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ ઘરમાંથી 11 લોકોની રહસ્યમય સામૂહિક આત્મહત્યાના મામલે દિલ્હી પોલીસ ઘણા પાસાઓની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી મળેલા બે રજિસ્ટરોના પાના અંધવિશ્વાસના લીધે મોક્ષ પ્રાપ્તિ માટે મોતને ગળે લગાવવાની વાત કહી રહ્યા છે, તો મૃતક પરિવારના સંબંધીઓ તેને હત્યાકાંડ ગણાવી રહ્યા છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઇ ચૂકી છે કે આ બધાના મોત ફાંસી લગાવવાના લીધે થઇ છે. કોઇપણ પ્રકારની બળજબરીના નિશાન નથી. ઘરનો સામાન વ્યવસ્થિત છે અને ક્યાંયથી પણ કોઇ વસ્તુ ગાયબ થવાના સંકેત મળ્યા નથી.
બુરાડી 11 મોત મામલે સામે આવ્યું પાઇપ કનેકશન, રહસ્ય વધુ ગૂંચવાયું
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસ તેને અંધવિશ્વાસના લીધે સામૂહિક આત્મહત્યાની વાત થઇ રહી છે, પરંતુ ક્રાઇમ બ્રાંચની તપાસની સોંય બીજા ઘણા પાસાઓ તરફ ફરી રહી છે. જેમ કે ઘરમાં જીવિત મળેલા એકમાત્ર જીવ એટલે કે કુતરો, જેને મૃતક પરિવાર જૈકીના નામથી બોલાવતો હતો, તેના આધારે કેટલાક સંકેત શોધવામાં લાગી છે. ડોગ એક્સપર્ટને આ કામમાં લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસને ઘટનાસ્થળેથી 6 મોબાઇલ ફોન પણ મળ્યા છે. આ બધા ફોન એક જ સ્થળ પર સાઇલેંટ મોડ પર રાખવામાં આવ્યા હતા. પોલીસ આ ફોનની કોલ ડિટેલની તપાસ કરી રહી છે.
બુરાડીમાં 11 લટકતી લાશોનો કેસ ઉકેલવામાં કન્ફ્યૂઝન? વાંચો મોતની સંપૂર્ણ સ્ક્રિપ્ટ
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ 6 ફોનમાંથી બે ફોનમાં કેટલાક ખાસ નંબરો પર લાંબી વાતચીત થઇ હોવાની જાણકારી મળી છે. આ વાતચીત ગત થોડા દિવસોથી સતત કરવામાં આવી રહી હતી. પોલીસને આશંકા છે કે કોઇ તંત્ર-મંત્ર ક્રિયામાં સંકળાયેલ સંગઠન અથવા લોકો આ પરિવારને માનસિક રીત થોડ દિવસોથી તૈયાર કરી રહ્યા હશે. ક્રાઇમ બ્રાંચ આ પ્રકારે અન્ય કેસની પણ સ્ટડી કરી રહી છે, જેમાં સામૂહિક રીતે મોતને ભેટ્યા છે.
બુરાડીમાં મળેલી 11 લાશોનું રહસ્ય, રજિસ્ટરમાં લખ્યું છે- બધી જ ઇચ્છાઓની પુરી થાય
રજિસ્ટ્રરમાં અંધવિશ્વાસના પાના
પોલીસને ઘટનાસ્થળેથી બે રજિસ્ટર મળ્યા છે. તેમાંથી એક રજિસ્ટરના પાના પર 26 જૂનના રોજ લખવામાં આવ્યું હતું કે 30 જૂનના રોજ ભગવાનને મળવા જવાનું છે અને આ પરિવારના લોકોએ 30 જૂનના રોજ સામૂહિક રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ રજિસ્ટ્રરમાં વટ પૂજા એટલે કે વડના ઝાડની પૂજાનો પણ વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાનામાં સુખી, સમૃદ્ધ અને ટકાઉ જીવન માટે વડના ઝાડની પૂજાની વાત કરવામાં આવી છે.
પોલીસ સૂત્ર આ વાતની તરફ ઇશારો કરે છે કે ઘરની એક દિવાલ પર 11 પાઇપ મળી છે અને તે પાઇપો પર લટકીને પરિવારે આત્મહત્યા કરી છે. બધા મૃતદેહ તે પ્રકારે લટક્યા હતા, જે દેખાવમાં વડના ઝાડની લટકતી જટાઓનો આભાસ લાગે છે.