શું બુરાડીનું ભાટિયા પરિવાર હતો શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરનો શિકાર? જાણો આ બિમારી વિશે
બુરાડીમાં એક જ પરિવારના 11 લોકો દ્વારા આત્મહત્યા કરી લેવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે આ પરિવારની ગતિવિધિઓ વિશે મનોવૈજ્ઞાનિક સાથે ચર્ચા કરી તો ખબર પડી કે આ પરિવારના ક્રિયાકલાપ શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર નામની બિમારી સાથે મેચ થાય છે. મનોવૈજ્ઞાનિકો સાથે આ કેસ અંગે ચર્ચા કર્યા બાદ ક્રાઇમ બાંચે વિશ્વાસ અપાવ્યો કે આ પરિવાર શેયર્દ સાયકોટિક ડિસઓર્ડરની બિમારીથી પીડાતો હતો. આ માનસિક બિમારીના લીધે આટલું મોટું પગલું ભર્યું. આવો તમને જણાવીએ કે શું છે શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર બિમારી અને આ બિમારીથી પીડિતા દરદીઓના શું લક્ષણો હોય છે.
નવી દિલ્હી: બુરાડીમાં એક જ પરિવારના 11 લોકો દ્વારા આત્મહત્યા કરી લેવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે આ પરિવારની ગતિવિધિઓ વિશે મનોવૈજ્ઞાનિક સાથે ચર્ચા કરી તો ખબર પડી કે આ પરિવારના ક્રિયાકલાપ શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર નામની બિમારી સાથે મેચ થાય છે. મનોવૈજ્ઞાનિકો સાથે આ કેસ અંગે ચર્ચા કર્યા બાદ ક્રાઇમ બાંચે વિશ્વાસ અપાવ્યો કે આ પરિવાર શેયર્દ સાયકોટિક ડિસઓર્ડરની બિમારીથી પીડાતો હતો. આ માનસિક બિમારીના લીધે આટલું મોટું પગલું ભર્યું. આવો તમને જણાવીએ કે શું છે શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર બિમારી અને આ બિમારીથી પીડિતા દરદીઓના શું લક્ષણો હોય છે.
મેક્સ હોસ્પિટલ વિશે મનોચિકિત્સક ડો. સંદીપ ગોવિલના અનુસાર શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરને સામાન્ય ભાષામાં કહીએ તો એક 'સામૂહિક ગાંડપણ' છે. જોકે શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર એક પ્રકારનું ગાંડપણ હોય છે. આ ગાંડપણ એક વ્યક્તિ નહી પરંતુ એક સમૂહ સાથે જોડાયેલ હોય છે. મોટાભાગના કેસમાં જોવા મળ્યું છે કે શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરથી પીડિત દર્દીનો એક સમૂહ જ પરિવારના સભ્ય હોય છે.
બુરાડી કેસ: 11 લોકોના મોત મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, લલિતનો છેલ્લી ક્ષણોનો VIDEO
આ બધા સભ્યોની ફક્ત મનોદશા એક જેવી હોય છે પરંતુ તે એકબીજાના દરેક શબ્દ પર વિશ્વાસ કરે છે. આ બિમારી સામે ઝઝૂમી રહેલા દર્દીઓના સમૂહનો એક મુખિયો હોય છે. ગ્રુપના બધા સભ્ય ના ફક્ત પોતાના મુખિયાની વાત અક્ષરશ: માને છે, પરંતુ તેના પર વિશ્વાસ કરે છે કે જે પણ તેમનો મુખિયો કહી રહ્યો છે, તે દુનિયાનું અંતિમ સત્ય છે.
બુરાડી કેસઃ ખુલી ગયું 11 પાઇપોનું રહસ્ય, આ ખાસ કામ માટે લગાવ્યા હતા
તેમણે જણાવ્યું કે શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરની બિમારીથી પીડિત દર્દી પોતાની કાલ્પનિક દુનિયામાં જીવે છે. તેમને હંમેશા લાગે છે કે તે કોઇ અદ્વશ્ય શક્તિ જોઇ રહ્યા છે. તેમને કોઇ દૈવીય અવાજ સંભળાઇ રહ્યો છે. જેનું અસ્તિત્વ જ દુનિયામાં નથી.
શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરથી પીડિતા દર્દી પોતાના પરિવાર અથવા સમૂહના લોકોને વિશ્વાસ અપાવે છે કે તેમનો સીધો સંવાદ દૈવીય શક્તિ સાથે થયો છે. આ બિમારીથી પીડિત પરિવાર અથવા સમૂહના લોકો ના ફક્ત તેમની વાત પર વિશ્વાસ કરે છે પરંતુ પોતાના મુખિયાને પણ વિશ્વાસ અપાવે છે કે તે જેવું કહી રહ્યો છે એવું જ થશે.
બુરાડી કેસ: 6 મોબાઇલ ફોનની ડિટેલ દ્વારા ખુલશે 11 રહસ્યમય મોતોનું રહસ્ય!
ડો. સંદીપ ગોવિલના અનુસાર શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરની બિમારી હાલમાં સામાન્ય છે. પરંતુ બુરાડીમાં જે પ્રકારે ભાટીયા પરિવારે સામૂહિક હત્યાનું પગલું ભર્યું છે, આ ઘટના પહેલીવાર જોવા મળી છે. તેમણે જણાવ્યું કે આ બિમારીથી પીડિત દર્દીઓના સમૂહમાં ખૂબ ઘનિષ્ઠ ભાવનાત્મક લગાવ હોય છે. આ બધા પોતાની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. આ બિમારીથી પીડિત દર્દી બહારની દુનિયા સાથે સંબંધ રાખતો નથી અને ના તો કોઇ બહરના વ્યક્તિને પોતાની દુનિયામાં દાખલ થવા દેતો નથી.
બુરાડી કેસમાં પાઇપ કનેકશન ? શું છે ચોંકાવનારો ખુલાસો, જુઓ વીડિયો
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચની તપાસમાં બુરાડીમાં એક જ પરિવારમાં 11 લોકો દ્વારા સામૂહિક આત્મહત્યાનો કેસ હવે શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરની બિમારી સાથે જોડાયેલો છે. ક્રાઇમ બ્રાંચને તપાસમાં જાણવા મળ્યું કે આ પરિવારનો મુખિયા લલિત ભાટિયા સહિત પરિવારના બધા સભ્ય શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરની બિમારીથી પીડિત હતા. આ પરિવારના બધા સભ્યોનું મુખ્ય કેંદ્ર બિંદુ લલૈત ભાટીયા હતું. લલિત ભાટિયાને એ ભ્રમ હતો કે તેના મૃત પિતા તેની સાથે વાત કરે છે.
લલિત ભાટીયાના આ ભ્રમને તેના પરિજનોએ સમર્થન પણ કર્યું. લલિત ભાટિયાના સંબંધી સાથે વાતચીતમાં એ પણ જાણવા મળ્યું કે લલિત ભાટિયા થોડા મહિનાથી પોતાના પિતાની અવાજમાં વાત કરવા લાગ્યો હતો. લલિત ભાટિયા મોટાભાગે પોતાના સંબંધીઓને કહેતો હતો કે તેના મૃત પિતા ના ફક્ત તેને દેખાઇ છે પરંતુ તેમની સાથે સતત સંવાદ કરે છે.
બુરાડીમાં 11 લટકતી લાશોનો કેસ ઉકેલવામાં કન્ફ્યૂઝન? વાંચો મોતની સંપૂર્ણ સ્ક્રિપ્ટ
દિલ્હી પોલીસની તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે લલિત ભાટિયાના પરિવારના પડોશીઓ સાથે સંબંધો સૌહાર્દપૂર્ણ હતા, પરંતુ આ પરિવારે પોતાના કોઇ પડોશીને પોતાના ઘરમાં આમંત્રિત કર્યા ન હતા. આ પરિવાર પોતાના અંગત બાબતો વિશે કોઇની સાથે ચર્ચા કરતો ન હતો. સામાજિક જીંદગીમાં આ પરિવાર હંમેશા પોતાને બહારના લોકોથી અલગ રાખતો હતો.