નવી દિલ્હી: બુરાડીના રહસ્યમય સંજોગોમાં થયેલા 11 મોત પરથી આજે પડદો ઉઠી શકે છે. વાત જાણે એમ છે કે આજે 11 મૃતદેહોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવનાર છે. એક અઠવાડિયાથી પણ વધુ સમયથી પોલીસ માટે આ કથિત સામૂહિક આત્મહત્યા રહસ્ય બની રહી છે. એવી આશા કરવામાં આવી રહી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક વાતો સ્પષ્ટ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ હાલ આ અત્યંત ચોંકાવનારા કેસને ઉકેલવા માટે મનોવિજ્ઞાન, અંધવિશ્વા અને અન્ય નવીનતમ તપાસ ટેક્નોલોજીનો સહારો લઈ રહી છે. બુરાડીમાં એક અઠવાડિયા પહેલા પહેલી જુલાઈના રોજ એક જ ઘરની અંદર એક જ પરિવારના 11 સભ્યો મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તેમના મોંઢા સફેદ કપડાંથી બાંધેલા હતાં. આ લોકોના હાથ અને પગ પણ બાંધેલા હતાં. 


હત્યા કે આત્મહત્યા? 
આ મામલે અનેક સવાલો ઊભા થયા છે જેમ કે શું આ એક આત્મહત્યાનો કેસ છે કે પછી હત્યા? જો હત્યા થઈ છે તો આવી ક્રુર હત્યાઓને અંજામ આપવામાં કોણ કોણ સામેલ હતાં અને તેમનો શો હેતુ હતો? જો પરિવારે આત્મહત્યા કરી તો પછી કારણો શું હોઈ શકે કે જેના કારણે 11 સભ્યોએ આવું પગલું ભરવું પડ્યું. પરંતુ આ અંગે તપાસકર્તાઓ કે પરિવારના નજીકના સભ્યોને કોઈ કડી મળી નથી. 



પરિવારજનો આત્મહત્યા ગણતા નથી
પરિવારના સભ્ય જો કે આરોપ લગાવી રહ્યાં છે કે આ હત્યા છે પરંતુ તેઓ કોઈ ઉદ્દેશ્ય જણાવી શકતા નથી. આ મામલાને લઈને વિમહન્સમાં ડોક્ટરો સાથે અનાધિકૃત રીતે ચર્ચા કરનારી પોલીસે જણાવ્યું કે પરિવાર જોઈન્ટ મનોવિકૃતિથી ગ્રસ્ત હોઈ શકે છે. પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જેથી કરીને મનોવૈજ્ઞાનિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરી શકાય.