ગયાઃ રેલવે ભરતી બોર્ડે ભલે ગ્રુપ ડી અને NTPC પરીક્ષાને સ્થગિત કરી દીધી છે. પરંતુ બિહારમાં બબાલ યથાવત છે. ગયા જંક્શન પર એનટીપીસી પરીક્ષાના પરીક્ષામમાં ગડબડીને લઈને ઉગ્ર વિદ્યાર્થીઓએ રેલવે સંપત્તિ પર હુમલો કરી દીધો છે. આ દરમિયાન બુધવારે ભડકેલા પરીક્ષાર્થીઓએ પ્રદર્શન દરમિયાન ગયા જિલ્લામાં બબાલ કરી અને ગયા જંક્શન પર લાગેલી એક ખાલી ટ્રેનને આગને હવાલે કરી દીધી હતી. પ્રદર્શન દરમિયાન રેલવે સુરક્ષા દળ અને વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ વચ્ચે હજારોની સંખ્યામાં પરીક્ષાર્થી ગયા જંક્શન પર ભેગા થઈ ગયા છે. આરપીએફે તેને કાબુ કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગયામાં રેલ ભરતી ઉમેદવારોનું તાંડવ
ટ્રેનમાં આગ લગાવવાની માહિતી મળતા ઘટના સ્થળ પર ફાયર બ્રિગેટની ટીમ પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ઉપદ્રવી ઉમેદવારોએ એક ખાલી ટ્રેનના કોચમાં આગ લગાવી હતી. ત્યારબાદ બીજા કોચને પણ આગને હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન આરપીએફે એક ઉપદ્રવીને દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઉપદ્રવી જોવામાં ઉમેદવાર જેવો લાગી રહ્યો નથી. 


એક દિવસમાં કોરોનાના કેસમાં 30 હજારનો વધારો, 24 કલાકમાં 2.85 લાખ નવા કેસ


રેલવેએ આપી હતી ચેતવણી
રેલવેએ પોતાની ભરતી પ્રક્રિયાઓની પસંદગીને લઈને પરીક્ષાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન બાદ એનટીપીસી અને લેવલ-1 ની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે રેલવેએ એક નોટિસ જાહેર કરી પરીક્ષાર્થીઓને ચેતવણી આપી હતી કે પ્રદર્શન દરમિયાન તોડફોડ સહિત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ લોકોને રેલવેની ભરતી પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આ ચેતવણી બિહારમાં ઉમેદવારોના પ્રદર્શન બાદ સામે આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube