રીવા: મધ્ય પ્રદેશ (Mashya Pradesh) ના રીવા (Rewa)માં ગુરૂવારે સવારે (5 ડિસેમ્બર) થયેલા ભીષણ રોડ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. હજુ પણ બસમાં ઘણા લોકો ફસાયેલા છે જેમને કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં તેમની સારવાર ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર પ્રધાન ટ્રાવેલ્સની બસ રીવાથી સીધી જતી વખતે ગુઢ બાઇપાસ પાસે સામે આવી રહેલી ટ્રક સાથે ટકરાઇ ગઇ. ટક્કર એટલી જોરદાર હતી કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા. ઘટના સવારે 6:00 વાગ્યાની છે. 


પોલીસના અનુસાર ઘટનામાં 10 લોકોની મોત થઇ ગઇ છે. બસમાં ફસાયેલા લોકોને કાઢવામાં આવી રહ્યા છે. મોતનો આંકડો વધી પણ શકે છે. ઘાયલોને 108 એમ્બુલન્સથી રીવાના સંજય ગાંધી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આ ઘટનામાં લગભગ 30 લોકોને ઇજા પહોંચી છે. 
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube