લખનઉઃ તીર્થયાત્રાએ ગયેલી ગુજરાતીઓથી ભરેલી એક બસને ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ફિરોઝાબાદના નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર શુક્રવારે અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી એક યાત્રી બસ રોડ પર ઉભેલાં ટેન્કર સાથે અથડાય હતી. આ બસમાં સવાર ત્રણ તીર્થયાત્રીકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકોને ઈજા થઈ હતી. બધાને પોલીસે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિક પોલીસ અધિક્ષક, ગ્રામીણ, અખિલેશ ભદૌરિયાએ મીડિયાને જણાવ્યું કે, આ દુર્ઘટના શુક્રવારે સવારે ફિરોઝાબાદ જિલ્લાની સરહદમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. બસ અયોધ્યાથી મથુરા તરફ શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી. કંટ્રોલ રૂમમાં માહિતી મળ્યા બાદ સુરક્ષા અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ સૈફઈ અને શિકોહાબાદની સંયુક્ત હોસ્પિટલમાં મોકલ્યા.


આ પણ વાંચોઃ CM સાહેબના સમોસા ખાઈ ગયો સ્ટાફ : CIDએ શરૂ કરી તપાસ, 5 પોલીસકર્મીને નોટિસ


અધિક પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. 12 લોકો ઘાયલ છે, તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ લોકો દાદર નગર હવેલી અને ગુજરાતના રહેવાસી છે. તે બધા તીર્થયાત્રા પર નીકળ્યા હતા અને વૃંદાવનના દર્શન કરવા અયોધ્યાથી મથુરા જઈ રહ્યા હતા. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિકને સરળ બનાવવામાં આવ્યો છે.


ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત
પોલીસ અધિકારીએ જણાવ્યું કે 40 તીર્થયાત્રીકો ભરેલી બસ અયોધ્યાથી વૃંદાવન તઈ રહી હતી. આ દુર્ઘટના સવારે છ કલાકે થઈ ત્યારબાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી પ્રમાણે બધા ઈજાગ્રસ્તોમાં રાધાબેન (ઉંમર વર્ષ 60), ઇશા પટેલ (ઉંમર વર્ષ 2) અને 13 વર્ષીય યુગ નામના વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે પાંચ અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.