HDFC Bank MCLR Rates: તમને એમ કે રેપોરેટ્સ ન વધતાં ઈએમઆઈ નહીં વધે પણ આ બેન્કના હપતામાં વધારો થઈ શકે છે.  HDFC બેંકે લોનના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકે MCLR દરમાં વધારો કર્યો છે. બેંકના નવા દરો આજથી એટલે કે 8મી ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. HDFC બેંકે તેની વેબસાઈટ પર આ અંગેની માહિતી આપી છે. બેંકે કેટલીક પસંદગીની મુદતની લોનના દરમાં 10 bpsનો વધારો કર્યો છે. આ વધારા બાદ બેંકનો MCLR 8.90 ટકાથી 9.35 ટકાની વચ્ચે આવી ગયો છે. બેંકે ઓવરનાઈટ MCLR રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, ત્યારબાદ તેનો દર 8.80 ટકાથી વધીને 8.90 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિના અને ત્રણ મહિનાનો દર શું છે?
બેંકે એક મહિનાના MCLR દરમાં પણ વધારો કર્યો છે, ત્યારબાદ આ દર 8.85 ટકાથી વધીને 890 ટકા થઈ ગયો છે. 3 મહિનાનો MCLR દર પણ 9 ટકાથી વધીને 9.10 ટકા થયો છે. આ સિવાય 6 મહિના માટે MCLR રેટ 9.30 ટકા છે.


એક વર્ષનો MCLR પણ વધ્યો-
મોટાભાગના ગ્રાહકોને લાગુ પડતી એક વર્ષની લોનના વ્યાજદરમાં પણ વધારો થયો છે. એક વર્ષનો MCLR દર 9.25 ટકાથી વધીને 9.30 ટકા થયો છે, જ્યારે ત્રણ વર્ષનો MCLR દર સ્થિર છે. તે માત્ર 9.35 ટકા છે.


ચાલો જોઈએ કે શું છે દરો-


ઓવરનાઈટ - 8.90 ટકા
1 મહિનો - 8.95 ટકા
3 મહિના - 9.10 ટકા
6 મહિના - 9.30 ટકા
1 વર્ષ - 9.30 ટકા
2 વર્ષ – 9.35 ટકા
3 વર્ષ - 9.35 ટકા


MCLR દર શું છે?
MCLR દર એ દર છે જેની નીચે કોઈ બેંક ગ્રાહકને લોન આપી શકતી નથી. બેંકોએ દર મહિને ઓવરનાઈટ, એક મહિનો, ત્રણ મહિના, છ મહિના, એક વર્ષ અને બે વર્ષનો MCLR જારી કરવાની જરૂર છે. MCLR વધવાથી હોમ લોન અને વ્હીકલ લોનના વ્યાજદરમાં વધારો થાય છે.