Mukesh Ambani: મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તે દેશના સૌથી આલીશાન મકાનમાં રહે છે. કમાણી બાબતે તેમની પાસે કોઈ જવાબ નથી. પરંતુ, શું તમે જાણો છો કે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર કેટલો છે? તે એક વર્ષમાં કેટલી કમાણી કરે છે? ચાલો તમને તેના વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના સૌથી ધનિક વ્યક્તિ-
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી છે અને ઘણા પ્રકારના કામ કરે છે. તેમના નેતૃત્વ હેઠળ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ટેક્સટાઇલ, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશન સહિતના ઘણા ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે.


કુલ સંપતિ-
17 જુલાઈ, 2024 સુધીમાં, ફોર્બ્સે એશિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણીને પ્રથમ ક્રમે અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 11મું સ્થાન આપ્યું હતું. તેમની કુલ સંપત્તિ અંદાજે 122 બિલિયન યુએસ ડોલર હતી.


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ-
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના મુકેશ અંબાણીના દિવંગત પિતા ધીરુભાઈ અંબાણીએ વર્ષ 1966માં કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટેક્સટાઈલથી લઈને પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશન સુધી વિસ્તરણ કર્યું. તેમના પિતાના અવસાન બાદ મુકેશ અંબાણી અને તેમના ભાઈ અનિલ અંબાણીએ બિઝનેસને આગળ વધાર્યો.


અપાર સંપત્તિ-
મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેની પાસે અપાર સંપત્તિ છે. તેનો પરિવાર દેશના સૌથી મોંઘા મકાનમાં રહે છે, જે મુંબઈમાં બનેલું છે અને તેનું નામ એન્ટિલિયા છે. તેમનું આલીશાન ઘર 4 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે, જેની અંદાજિત કિંમત 16,000 કરોડ રૂપિયા છે.


મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર-
પરંતુ, શું તમે જાણો છો કે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર કેટલો છે? મુકેશ અંબાણીના ડ્રાઈવર દર મહિને 2 લાખ રૂપિયા કમાય છે. આ રીતે તેની વાર્ષિક આવક 24 લાખ રૂપિયા થઈ જાય છે. અંબાણીના ડ્રાઇવરોને સખત તાલીમ આપવામાં આવે છે અને તેઓ તમામ પ્રકારના કોમર્શિયલ અને લક્ઝરી વાહનો ચલાવી શકે છે. ડ્રાઈવર મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખે છે.